AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને ઝટકો આપ્યો! 1 ડિસેમ્બર, 2025 થી આ સર્વિસ બંધ કરી દેવામાં આવશે, બેંકિંગ કામગીરીમાં મોટા ફેરફાર થશે

ડિજિટલ બેંકિંગના આ યુગમાં જ્યાં દરરોજ નવી સુવિધાઓ શરૂ થઈ રહી છે, ત્યાં દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે એક એવી જાહેરાત કરી છે કે, જે સાંભળીને લાખો ગ્રાહકો ચિંતામાં મુકાયા છે.

દેશની સૌથી મોટી બેંકે ગ્રાહકોને ઝટકો આપ્યો! 1 ડિસેમ્બર, 2025 થી આ સર્વિસ બંધ કરી દેવામાં આવશે, બેંકિંગ કામગીરીમાં મોટા ફેરફાર થશે
Image Credit source: AI Generated
| Updated on: Nov 15, 2025 | 6:07 PM
Share

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ (SBI) એ લાખો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર વધતી જતી નિર્ભરતા વચ્ચે SBI એ તેની લોકપ્રિય ‘mCASH’ સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બેંકિંગ કામગીરીમાં મોટો ફેરફાર આવશે

બેંકે જણાવ્યું છે કે, 30 નવેમ્બર 2025 પછી mCASH મોકલવાની અને ક્લેમ કરવાની સુવિધા OnlineSBI અને YONO Lite પર ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે, જો તમે આ ફીચરનો ઉપયોગ કરતા હતા, તો આવતા દિવસોમાં તમે તમારા બેંકિંગ કામગીરીમાં ફેરફાર જોઈ શકો છો.

SBI ગ્રાહકો ચિંતામાં મુકાયા

mCASH એ એક એવી સુવિધા હતી, જેના માધ્યમથી SBI ગ્રાહકો કોઈ પણ લાભાર્થીને રજીસ્ટર કર્યા વિના માત્ર મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID નો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિને પૈસા મોકલી શકતા હતા. વધુમાં પ્રાપ્તકર્તા (Recipient) ને એક સુરક્ષિત લિંક અને 8 અંકનો પાસકોડ મળે છે, જેના દ્વારા તેઓ પોતાના પૈસા કોઈપણ બેંક એકાઉન્ટમાં ક્લેઇમ કરી શકે છે.

mCASH સિસ્ટમ કેમ બંધ કરવામાં આવશે?

SBI એ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, 30 નવેમ્બર, 2025 પછી આ સુવિધા બંધ કરવામાં આવશે અને ગ્રાહકોએ UPI, IMPS, NEFT અને RTGS જેવા એડવાન્સ પેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરવો જોઈએ. બેંકનો ઉદ્દેશ્ય ડિજિટલ વ્યવહારને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવાનો છે. આ સિવાય ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, mCASH સિસ્ટમ જૂના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કાર્ય કરતી હતી.

હવે પૈસા કેવી રીતે ટ્રાન્સફર કરવા?

mCASH બંધ થયા પછી SBI એ ગ્રાહકોને BHIM SBI Pay (UPI App), IMPS અને બીજા ડિજિટલ મોડ્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. UPI નો ઉપયોગ કરીને પૈસા મોકલવા માટે નીચેના પગલાં અનુસરો:

  • ‘BHIM SBI Pay’ એપમાં લોગિન કરો
  • ‘Pay’ વિકલ્પ પસંદ કરો
  • VPA, એકાઉન્ટ IFSC, અથવા QR કોડ (કોઈ એક ઓપ્શન પસંદ કરો)
  • જરૂરી માહિતી ભરો
  • ડેબિટ એકાઉન્ટ પસંદ કરો અને ‘ટિક માર્ક’ દબાવો
  • UPI પિન દાખલ કરો
  • પેમેન્ટ પૂર્ણ કરો

નોંધનીય છે કે, જે લોકો mCASH નો ઉપયોગ કરીને લાભાર્થી ઉમેર્યા વિના પૈસા મોકલતા હતા, તેમને હવે UPI અથવા IMPS જેવા વિકલ્પ પર સ્વિચ કરવું પડશે. આમ જોવા જઈએ તો, નવા વિકલ્પ વધુ સુરક્ષિત અને ઝડપી છે પરંતુ mCASHની સુવિધાનું બંધ થવું કેટલાક લોકો માટે સમસ્યા ઊભી કરી શકે છે.

આ પણ વાંચો: વર્ષની કમાણી હવે અઠવાડિયામાં જ કરશો! આ દેશની કરન્સી સૌથી મજબૂત, ભારતીય યુવાઓ અહીં આવીને અઢળક રૂપિયા કમાય છે

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">