Balakot Air Strike: “બંદર મરાયો” સવારે પોણાચાર વાગ્યે આવેલા ફોનમાં જાણો શું હતો આ કોડનો મતલબ

Balakot Air strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજનાં જ દિવસે બે વર્ષ પહેલા એક એવો મેસેજ આવ્યો હતો કે જે પછી દેશની સેના અને તેના રહેવાસીઓનું શિશ ગર્વથી ઉંચુ થઈ ગયું હતું.

Balakot Air Strike: બંદર મરાયો સવારે પોણાચાર વાગ્યે આવેલા ફોનમાં જાણો શું હતો આ કોડનો મતલબ
Balakot Air Strike- પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Feb 26, 2021 | 11:45 AM

Balakot Air strike: 26 ફેબ્રુઆરી એટલે કે આજનાં જ દિવસે બે વર્ષ પહેલા એક એવો મેસેજ આવ્યો હતો કે જે પછી દેશની સેના અને તેના રહેવાસીઓનું શિશ ગર્વથી ઉંચુ થઈ ગયું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સની રીપોર્ટ પ્રમાણે 26 ફેબ્રુઆરી 2019નાં દિવસે સવારે 3.45 વાગ્યે તત્કાલીન એરચીફ બી.એસ ધનોઆને એક ખાસ RAX નંબર પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ફોન કર્યો. RAX અલ્ટ્રા સિક્યોર ફિક્સ્ડ લાઈન નેટવર્ક છે. આ લાઈન પર મેસેજ આપવામાં આવ્યો કે “બંદર મરાયો” ધનોઆ તરફથી બોલાયેલા આ શબ્દોનો મેસેજ ક્લિયર હતો કે પાકિસ્તાનનાં બાલાકોટમાં જૈશ એ મોહમ્મદનાં આતંકી કેમ્પને ભારતીય લડાકુ વિમાનો એ નષ્ટ કરી નાખ્યા છે. ધનોઆએ તે વખતનાં રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણ અને રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગનાં સચિવ અનિલ ધસ્માનાને પણ કોલ કર્યો હતો. NSA અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એર સ્ટ્રાઈક વિશેની માહિતિ આપી હતી.

ભારતે આ એરસ્ટ્રાઈક 14 ફેબ્રુઆરી 2019નાં દિવસે પુલવામામાં જૈશ એ મોહમ્મ્દ તરફથી કરવામાં આવેલા આતંકી હુમલાનો જવાબ આપવા માટે કરી હતી. આ હુમલામાં ભારતનાં 40 CRPFનાં જવાનો શહિદ થઈ ગયા હતા. ઓપરેશનનાં બે વર્ષ બાદ હવે વિગતો સામે આવી રહી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક માટે ટોચનાં અધિકારીઓને અંધારામાં રાખવા માટે જાણી જોઈને ઓપરેશન કોડ બંદર રાખવામાં આવ્યું હતું. આ કોડ ભાવલપુરનાં આતંકી સંગઠન JEMનાં હેડક્વાર્ટર સંદર્ભમાં હતો. આ સ્ટ્રાઈકથી પહેલા પાકિસ્તાની ઈન્ટેલીજન્સને અંધારામાં રાખવા માટે રાજસ્થાનનાં આકાશમાં ભારતીય ફાઈટર જેટ ઉડાડવામાં આવ્યા હતા જેને લઈને પાકિસ્તાનનું ધ્યાન એ તરફ જતું રહે અને એ તરફ જ તેની તાકાતને પણ લગાડે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાનનાં રડારને ચકમો આપવામાં ભારત સફળ

પરિણામ પ્રમાણે બારતીય સેનાએ અપગ્રેડેડ મિરાજ 2000ને 90 કિલો વજનનાં સ્પાઈસ 2000નાં પેનીટ્રેટર બોમ્બને વરસાવ્યા હતા અને તે સમયે તેમનું સૌથી નજીકનું એરક્રાફ્ટ આશરે 150 કિલોમીટર દુર હતું. ભારતીય વાયુસેનાએ જાણીજોઈને એરસ્ટ્રાઈક માટે 26 ફેબ્રુઆરીનો દિવસ પસંદ કર્યો હતો કેમકે તે દિવસે પૂર્ણિમાની રાત હતી. પીર પંજાલ રેન્જની નીચે ઉડતા પાકિસ્તાની રડારને ચકમો આપીને ભારતીય વાયુસેના રેન્જમાં ધુસી ગઈ હતી. અધિકારીઓ પ્રમાણે બધા પાંચ બોમ્બને પાકિસ્તાનની પાંચ જગ્યા પર સવારે 3.30 મિનિટે ફેકવામાં આવ્યા હતા. જોકે છઠ્ઠા બોમ્બમાં આગ નહી લાગતા તે એમનેમ રહી ગયો હતો. બાલાકોટમાં માત્ર એક મસ્જીદને છોડી દેવામાં આવી હતી કે જ્યાં ફજ્રની નમાઝ માટેની તૈયારીઓ ચાલી રહી હતી.

એર સ્ટ્રાઈક બાદ પીએમ દ્વારા બોલાવાઈ બેઠક

એર સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન મોદીએ તમામ સિનિયર મંત્રી, અદિકારી, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, વિદેશ સચિવ-RAW, ઈન્ટેલિજન્સ બ્યૂરો અને તત્કાલિન વાયુસેનાનાં પ્રમુખ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં RAWને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, સાથે જ IAFનાં પ્રમુખને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા. NSA ડોભાલે અને ધનોઆ અને ધસ્માનાએ હાથ મેળવીને અભિનંદન કર્યા હતા. જો કે નેશન સિક્યોરીટી પ્લાનર્સ છેલ્લી મિસાઈલ ન ફુટવાને લઈ ચિંતિત હતા. આ એરસ્ટ્રાઈકનું પ્રુફ આપવા માટે ઉપયોગમાં લેવાવાનું હતું કે જેને પાકિસ્તાન એર સ્ટ્રાઈક તરીકે ના નહી પાડી શકે. બાલાકોટનાં કેમ્પમાં એક દિવસ પહેલા જ 300 જેટલા આતંકવાદીઓ જોવા મળ્યા હતા

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">