Ayodhya Ram Mandir : પટનાના હનુમાન મંદિરે આપ્યું સૌથી વધુ દાન, જાણો કેટલા કરોડનું દાન આપ્યું

Ayodhya Ram Mandir : રામ જન્મભૂમિ મંદિર નિર્માણ બિહારમાંથી કુલ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે બિહારમાંથી કુલ 22 કરોડ 80 લાખ 52 હજાર 629નું દાન આવ્યું છે.

Ayodhya Ram Mandir : પટનાના હનુમાન મંદિરે આપ્યું સૌથી વધુ દાન, જાણો કેટલા કરોડનું દાન આપ્યું
રામ મંદિર, અયોધ્યા (File Image)
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 4:14 PM

Ayodhya Ram Mandir : ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામમંદિર માટે વિશ્વહિંદુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાં ધનસંચય-સમર્પણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનને દેશભરમાંથી સારું એવું સમર્થન મળ્યું અને રામ મંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટને મોટા પ્રમાણમાં દાન મળ્યું. આ દાનમાં પટનાના એક મંદિર સૌથી મોટું દાન આપ્યું છે.

પટનાના હનુમાન મંદિરનું સૌથી મોટું દાન બિહારની રાજધાની પટનામાં આવેલા હનુમાન મંદિર ટ્રસ્ટે રામમંદિર નિર્માણ માટે સૌથી મોટું દાન આપ્યું છે. પટનાના આ હનુમાન મંદિરે રામમંદિર નિર્માણ માટે રૂ.5 કરોડના દાનની જાહેરાત કરી છે. પટના હનુમાન મંદિર દ્વારા દાનની આ રકમ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને આવનારા પાંચ વર્ષ સુધીમાં આપવામાં આવશે. આ ઉપરાંત પટનામાં આવેલા અન્ય એક હનુમાન મંદિરે પણ દાન આપ્યું છે. પટનાના રાજવંશી નગર હનુમાન મંદિરે પણ 10 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. બિહારના અન્ય ઘણા મંદિરોએ પણ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે લાખો-કરોડોના દાન આપ્યા છે. બિહારમાંથી  કુલ 22 કરોડ 80 લાખ 52 હજાર 629નું દાન આવ્યું છે.

એપ પર જોઈ શકાય છે દાનની માહિતી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમિતિ દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી, જેમાં બેન્કોમાંથી આવેલી રકમ અને ચેક ક્લીયરન્સ કર્યા પછી ખાતામાં કુલ જમા રકમ બતાવવામાં આવે છે. બિહારમાં નિધિ સંગ્રહ ટોળીઓ દ્વારા 22 કરોડ 80 લાખ 52 હજાર 629 જમા કરાવ્યા હતા. જ્યારે બેંકોએ આમાંથી 19 કરોડ 55 લાખ 62 હજારની ગણતરી પૂર્ણ કરી છે. અભિયાન અંતર્ગત મળેલા દાનની ગણતરી હજી પણ શરૂ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલ્યું અભિયાન રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર દેશમાં ધનસંચય અભિયાન હતઃ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જિલ્લા, નગર, તાલુકાથી લઈને ગ્રામ પંચાયતો સુધી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિઓની રચના કરાઈ રહી છે, જે અંતર્ગત સંપૂર્ણ પારદર્શકતા સાથે મંદિર માટે ધન એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. રામ મંદિર માટે આપવામાં આવેલા દાનની સંપૂર્ણ માહિતી મંદિર ટ્રસ્ટ ઓનલાઈન દર્શાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રામમંદિર માટે 100 કરોડનું દાન ભેગું કરવાનું લક્ષ્ય હતું. પણ આ અભિયાનને સમગ્ર દેશમાંથી જોરદાર પ્રતિસાદ મળ્યો જેના કારણે અત્યાર સુધીમાં લક્ષ્ય કરતા પણ વધુ રકમનું દાન મળી ચુક્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ અને આ અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર એડવોકેટ આલોક કુમારે જણાવ્યું હતું કે આશરે 10 લાખ ટોળીઓમાં 40 લાખ સમર્પિત કાર્યકરોએ આ અભિયાન પાર પાડ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">