અયોધ્યામાં રચાયો અનોખો વર્લ્ડ રેકોર્ડ, 14 રંગના 14 લાખ દીવડાઓથી બની પ્રભુ રામની આકૃતિ, જુઓ વીડિયો

અયોધ્યામાં રચાયો અનોખો વર્લ્ડ રેકોર્ડ, 14 રંગના 14 લાખ દીવડાઓથી બની પ્રભુ રામની આકૃતિ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 7:20 PM

દિવાળી સમયે સરયુના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ત્યારબાદ દીવડાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે. આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે.

સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ 14 રંગના 14 લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ શ્રીરામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીરામની સાથે મંદિરનું ચિત્ર અને જય શ્રીરામનું લખાણ પણ લખાયું છે.

દિવાળી સમયે સરયુના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. ત્યારબાદ દીવડાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે. આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના 12 સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે. તેની લંબાઈ 250 ફૂટ છે જ્યારે તેની પહોળાઈ 150 ફૂટ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે તેના મુખ્ય આયોજક છે.

આ પણ વાંચો ફ્લાઈટમાં લોકોએ ગાયું રામ આયેંગે ભજન, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘રામના રંગમાં રંગાણા દેશવાસીઓ, જુઓ વીડિયો

Published on: Jan 14, 2024 07:19 PM