પશ્ચિમ બંગાળમાં પોલીસની હાજરમાં કેન્દ્રીય પ્રધાનના કાફલા પર હુમલો, જુઓ વિડીયો

કેન્દ્રિય પ્રધાન વી મુરલીધરન આજે બંગાળના મિદનાપોર પહોંચ્યા હતા. જ્યા તેમના કાફલા ઉપર પોલીસની હાજરમાં જ હુમલો કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં પોલીસની હાજરમાં કેન્દ્રીય પ્રધાનના કાફલા પર હુમલો, જુઓ વિડીયો
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય પ્રધાન વી મુરલીઘરનના કાફલા ઉપર ટોળાનો હુમલો

પશ્ચિમ બંગાળમાં, વિધાનસભાની ચૂંટણીઓ પછી હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. ભાજપના કાર્યકરો ઉપર હુમલા થવા હવે સામાન્ય વાત થઈ ગઈ છે. હિંસક હુમલામાં કાર્યકરોનુ મોત પણ નિપજી રહ્યું છે. હિસાને અપાયેલ રાજકિય સ્વરૂપથી કેન્દ્ર સરકાર ચિંતીત છે. કેન્દ્રિય પ્રધાન વી મુરલીધરન આજે બંગાળના મિદનાપોર પહોંચ્યા હતા. જ્યા તેમના કાફલા ઉપર પોલીસની હાજરમાં જ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરનના કાફલાના સામેલ વાહનોના કાચ તૂટી ગયા હતા.

પશ્ચિમ બંગાળના મિદનાપોરમાં આજે ગુરુવારે કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરનના કાફલા પર હુમલો થયો હતો. ચૂંટણી બાદ રાજ્યમાં થઈ રહેલી હિંસાને લઈને કેન્દ્રીય પ્રધાનની ટીમ પશ્ચિમ બંગાળ રાજ્યમાં પહોંચી હતી. હિસક બનેલા ટોળાએ, કેન્દ્રીય પ્રધાન મુરલીઘરનના કાફલામાં સામેલ વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ અંગેનો એક વિડીયો તેમણે ટવીટરના માધ્યમથી લોકો સમક્ષ મુક્યો છે. મુરલીધરને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

વી મુરલીધરન પર પશ્ચિમ મિદનાપોરમાં હુમલો થયો હતો. તેણે વાહનના હુમલાના વીડિયો ફૂટેજ પણ જાહેર કર્યા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે તેના વાહન પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો છે. લાકડીઓ અને પથ્થરો મારીને કારના કાચ તોડી નાખ્યા હતા. વરસી રહ્યા છે. એક સમયે ટોળુ બેકાબુ જણાતા જ ભારે હોબાળો મચ્યો હતો. કેન્દ્રીય પ્રધાન મુરલીઘરને તેમનો આગળનો પ્રવાસ અટકાવીને કાફલા સાથે ત્યાંથી પરત ફર્યા.

હુમલાનો ડરામણો વિડિઓ
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો હાથમાં સુકા ઝાડની ડાળીઓ ળઈને કારની સામે ધસી આવે છે. લાકડીનો ધા કરીને કોઈ અજાણ્યો શખ્સ કારની પાછલનો કાચ તોડી નાખે છે. કેન્દ્રીય પ્રધાન વી મુરલીઘરન, તેમની કારને પોલીસ પાયલોટીગની કારને પાછળ રાખવાનું કહે છે. જો પાછળ કોઈ જગ્યા ન હોય તો, ડ્રાઇવર પાછલા ગિયરમાં વાહનને પાછળની બાજુ ચલાવે છે. લોકોની ચિચીયારીઓ પણ વિડીયોમાં સંભળાય છે. અજાણ્યા પ્રદેશમાં હાથમાં લાકડીઓ લઈને ઊચરી આવેલ ટોળુ ચારે બાજુથી ઘેરી લે છે. કારમાંથી રન એન્ડ રનનો અવાજ આવી રહ્યો છે.

લાકડીઓ વડે અચાનક હુમલો
મુરલીધરને કહ્યું કે તેઓ આ વિસ્તારમાં પહોંચતાંની સાથે જ. લોકોના ટોળાએ તેના કાફલા ઉપર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. કેન્દ્રીય પ્રધાન વી મુરલીધરને કહ્યું કે તેઓ જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેનો પાછળનો અને દરવાજોનો કાચ તૂટી ગયો હતો. તેમની સાથે આવેલા પોલીસ વાહનની તોડફોડ કરવામાં આવી હતી અને ડ્રાઇવરને ઈજા પહોંચી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસે આખે આખી ઘટનાને નજર અંદાજ કરી હતી.