રાજસ્થાનમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો, ભાજપ પર લગાવ્યો આરોપ 

કૃષિ કાયદાના (Farm Law) વિરોધમાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રવાસ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે.

  • Kunjan Shukal
  • Published On - 18:50 PM, 2 Apr 2021
રાજસ્થાનમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર હુમલો, ભાજપ પર લગાવ્યો આરોપ 
Rakesh Tikait

કૃષિ કાયદાના (Farm Law) વિરોધમાં દેશના ઘણા વિસ્તારોમાં પ્રવાસ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. ટિકૈતે આ માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે, તેમને કહ્યું કે ભાજપ (BJP)ના ગુંડાઓ દ્વારા તેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. રાકેશ ટિકૈતે હુમલા વિશે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે ‘રાજસ્થાન (Rajasthan)ના અલવર જિલ્લાના તતારપુર ચૌરાહા, બાનસુર રોડ પર ભાજપના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. લોકતંત્રની હત્યાની તસ્વીરો’.

 

 

આ પહેલા રાકેશ ટિકૈતે આજે ટ્વીટ કરી કહ્યું કે ભારતીય કિસાન યૂનિયન હરિયાણાના યુવા પ્રદેશ અધ્યક્ષ રવિ આઝાદની ધરપકડ સહન નહીં થાય. રવિ આઝાદને મુક્ત કરે સરકાર નહીં તો આંદોલન સહન કરવા માટે તૈયાર રહે.

 

 

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4-5 એપ્રિલે ગુજરાત આવવાના છે. 4 એપ્રિલે તેઓ અંબાજીમાં દર્શન કરી પાલનપુરમાં એક સભા યોજશે. ત્યારબાદ તેઓ ઉંઝા ઉમિયા માતાના મંદિરે દર્શન કરશે અને બીજા દિવસે 5 એપ્રિલે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને કરમસદમાં સરદાર પટેલ સ્મારકની પણ મુલાકાત લેશે. તે પછી બારડોલીમાં ખેડૂતો સાથે વાતચીત કરશે.

 

આ પણ વાંચો: Delhi Corona Update : કોરોનાના કેસો વધતા દિલ્હીમાં ફરી લાગુ થશે Lockdown?, જાણો શું કહ્યું CM અરવિંદ કેજરીવાલે