આજે અટલ બિહારી વાજપેયીનો 96મો જન્મદિવસ, જાણો તેમના 10 નિર્ણયો જે દેશ માટે રહ્યા મહત્વના 

આજે અટલ બિહારી વાજપેયીનો 96મો જન્મદિવસ છે. તેઓ 3 વખત દેશના વડાપ્રધાન રહ્યા. પ્રથમ વખત તે 13 દિવસ માટે, ત્યારબાદ 13 મહિના માટે અને પછી 1999થી 2004 સુધી વડાપ્રધાન રહ્યા.

આજે અટલ બિહારી વાજપેયીનો 96મો જન્મદિવસ, જાણો તેમના 10 નિર્ણયો જે દેશ માટે રહ્યા મહત્વના 
Atal Bihari Vajpayee (File Image)
Follow Us:
| Updated on: Dec 25, 2020 | 12:24 AM

આજે અટલ બિહારી વાજપેયીનો 96મો જન્મદિવસ છે. તેઓ 3 વખત દેશના વડાપ્રધાન રહ્યા. પ્રથમ વખત તે 13 દિવસ માટે, ત્યારબાદ 13 મહિના માટે અને પછી 1999થી 2004 સુધી વડાપ્રધાન રહ્યા. ત્યારે વાજપેયીએ તેમના કાર્યકાળ દરમિયાન દેશ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેના માટે તેમને હંમેશા યાદ રખાશે.

1. ભારતને જોડવાની યોજના 

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડાપ્રધાન તરીકે વાજપેયીના જે કામને સૌથી મહત્વનું ગણવામાં આવે છે તે રસ્તાના માધ્યમથી ભારતને જોડવું. તેમને ચેન્નાઈ, કોલકત્તા, દિલ્હી અને મુંબઈને જોડવા માટે સ્વર્ણિમ ચતુર્ભુજ સડક પરિયોજના લાગુ કરી, તે પછી વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના લાગુ કરી.

2. ખાનગીકરણ 

વાજપેયીએ વર્ષ 1999માં પોતાની સરકારમાં મૂડી રોકાણ તરીકે એક નવા મંત્રાલયનું ગઠન કર્યુ હતુ. આ મંત્રાલયના મંત્રી અરૂણ શૌરીએ ભારત એલ્યુમિનિયમ કંપની હિન્દુસ્તાન ઝિંક, ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પેરેશન લિમિટેડ અને વિદેશ સંચાર નિગમ લિમિટેડ જેવી સરકારી કંપનીઓને વેચવાની શરૂ કરી. તેમણે વીમા કંપનીઓમાં વિદેશી રોકાણની સીમા 26 ટકા વધારી દીધી હતી, જેને વર્ષ 2015માં મોદી સરકારે 49 ટકા કરી હતી.

3. સંચાર ક્રાંતિનો બીજો યુગ 

ભારતમાં સંચારક્રાંતિને લોકો સુધી પહોંચાડવામાં વાજયેપી સરકારનું મોટું યોગદાન છે. વર્ષ 1999માં વાજપેયી સરકારે BSNLના એકાધિકારને ખતમ કરીને નવી ટેલિકોમ નીતિ અપનાવી હતી. રેવન્યુ શેરિંગ મોડલથી લોકોને સસ્તા દરે ફોન કોલ્સ કરવાનો ફાયદો અને સસ્તા ફોન મળવાનું શરૂ થયું.

4. સર્વ શિક્ષા અભિયાન 

વર્ષમાં 2000-01 દેશમાં 6થી 14 વર્ષના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું અભિયાન વાજપેયી સરકારે શરૂ કર્યુ હતુ. આ નિર્ણયને લઈ વર્ષ 2000માં 40 ટકા બાળકો ડ્રોપ આઉટ થતાં જે ઘટીને વર્ષ 2005માં 10 ટકા થઈ ગયા.

5. પોખરણ પરીક્ષણ 

વર્ષ 1998માં ભારતે પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કર્યુ હતું. જે 1974 બાદ પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું. આ પરીક્ષણ બાદ અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઘણા પશ્ચિમના દેશોએ ભારત પર આર્થિક નિયંત્રણો મૂકી દીધા હતા.

6. લાહોર-આગ્રા સમિટ 

વડાપ્રધાન તરીકે વાજપેયીએ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધારો કરવાના પ્રયત્નો કર્યા હતા. તેમને વર્ષ 1999માં દિલ્હી-લાહોર બસ સેવા શરૂ કરી હતી. પ્રથમ વખત તેઓ જાતે લાહોર ગયા હતા અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મળીને લાહોર દસ્તાવેજ પર સહી કરી હતી.

7. પોટાનો કાયદો 

વડાપ્રધાન તરીકે વાજપેયીના કાર્યકાળમાં 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલો થયો હતો. જેને સંસદીય ઈતિહાસનો સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. ત્યારબાદ આંતરિક સુરક્ષાને લઈને વાજપેયી સરકારે પોટા કાયદો બનાવ્યો. જેને 1995ના ટાડા કાયદા કરતાં પણ વધુ કડક માનવામાં આવતો હતો. ત્યારે વર્ષ 2004માં યૂપીએ સરકાર સત્તામાં આવી અને આ કાયદાને રદ કરવામાં આવ્યો.

8. બંધારણ સમીક્ષા પંચનું ગઠન 

વાજપેયી સરકારે બંધારણમાં સંશોધનની જરૂરિયાત પર વિચાર કરવા માટે ફેબ્રુઆરી 2000ના રોજ બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રીય પંચની રચના કરી. ત્યારે આ પંચનો વિરોધ વિપક્ષ અને તત્કાલીન રાષ્ટ્રપતિ આર.કે.નારાયણે પણ વિરોધ કર્યો હતો. ત્યારે આખરે વાજપેયી સરકારે બંધારણમાં સંશોધન કરવાનું કામ છોડવુ પડ્યુ.

9. જાતિગત જનગણના પર રોક 

1999માં અટલ બિહારી વાજપેયી સરકાર પહેલા એચ.ડી.દેવગૌડાની સરકારે જાતિગત જનગણના કરવાને મંજૂરી આપી દીધી હતી. પરંતુ વાજપેયી સરકારે આ નિર્ણય ફેરવી દીધો અને તેને કારણે જનગણના ન થઈ.

10. રાજધર્મનું પાલન કરવાની શીખ 

દરેક વડાપ્રધાનની જેમ વાજપેયીને પણ સાચા-ખોટાની કસોટી પરથી ઉતરવું પડ્યુ, ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો સમયે વાજપેયી એક અઠવાડિયા સુધી મૌન રહ્યા અને તેની સૌથી વધુ આલોચના થઈ હતી. ગોધરાકાંડના એક મહિના બાદ વાજપેયી અમદાવાદ ગયા અને ત્યાં તેમને માત્ર એટલું જ કહ્યું કે મોદીએ રાજધર્મનું પાલન કરવુ જોઈએ.

ત્યારે ઈતિહાસમાં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની તમામ ખાસિયતોની સાથે તેમના ‘રાજનૈતિક ભૂલો’ માટે પણ તેમને યાદ કરાશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">