અમિતાભની વિનંતી પર શિવરાજ સરકારે કોન્સ્ટેબલની પત્નીની કરી બદલી

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કેબીસીની 12 મી સીઝનનું સંચાલન કરી રહ્યા છે. હંમેશની જેમ તેઓ સ્પર્ધકો સાથે ખૂબ હૂંફ સાથે સ્નેહથી વાત કરે છે.

અમિતાભની વિનંતી પર શિવરાજ સરકારે કોન્સ્ટેબલની પત્નીની કરી બદલી
અમિતાભ બચ્ચનની વિનંતીનો ફાયદો

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કેબીસીની 12 મી સીઝનનું સંચાલન કરી રહ્યા છે. હંમેશની જેમ તેઓ સ્પર્ધકો સાથે ખૂબ હૂંફ સાથે સ્નેહથી વાત કરે છે. તેમજ તેમના અંગત જીવન વિશે પણ વાતચીત કરતા હોય છે. તાજેતરમાં એક પોલીસ કોન્સ્ટેબલે કેબીસીમાં ભાગ લીધો હતો. તેણે શાનદાર ગેમ રમી હતી અને 25 લાખ રૂપિયા જીત્યા હતા. આ દરમિયાન જીતની રકમ સિવાય તેને બીજો ઘણો મોટો ફાયદો પણ થયો હતો.

At Amitabh's request, the Shivraj government transferred the constable's wife

વિવેક પરમારે KBCમાં લીધો હતો ભાગ

કોન્સ્ટેબલ વિવેક પરમાર મંદસૌરમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓએ થોડા દિવસો પહેલા કૌન બનેગા કરોડપતિની હોટ સીટ પર બેસીને શાનદાર રમતમાં ભાગ લીધો હતો. અને 25 લાખ રૂપિયા પણ જીત્યા હતા. શો દરમિયાન તેણે વાતવાતમાં કહ્યું હતું કે તેની પત્ની પણ કોન્સ્ટેબલ છે અને તેની પોસ્ટ ગ્વાલિયરમાં છે. અને આ કારણે તેઓને ઘણી સમસ્યાઓ ભોગવવી પડે છે. આ અંગે અમિતાભ બચ્ચને પણ હસીને કહ્યું રાજ્યને અપીલ કરી હતી કે મહેરબાની કરીને બંનેની સાથે પોસ્ટિંગ્સ કરી દો.

અમિતાભ બચ્ચનની વિનંતીનો ફાયદો

અમિતાભ બચ્ચનની આ વિનંતીનો ફાયદો થયો છે. વિવેક પરમારની પત્ની પ્રીતિ સિકરવારની ગ્વાલિયરથી મંદસૌરમાં બદલી કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રીતિ સિકરવારને મંદસૌરમાં નાર્કોટિક્સ વિભાગમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. મંદસૌરના સ્થાનિક ધારાસભ્ય યશપાલસિંહ સિસોદિયાએ પણ ટ્વિટ કરી હતી. જેમાં મુખ્યમંત્રી અને ડીજીપીને વિવેકની સમસ્યાને દૂર કરવા અપીલ કરવામાં આવી હતી છે. વિવેકની કોન્સ્ટેબલ પત્ની પ્રીતિ સિકરવારે પણ ટ્રાન્સફર માટે અરજી કરી હતી.

 

 

આ પણ વાંચો: જાણો દસ અભિનેત્રીઓની Income, આલિયા, દીપિકા, કેટરીનાની કમાણી મોટા સ્ટાર જેટલી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati