Astronomical Miracle: 9 અને 10 જાન્યુઆરીનાં રોજ જોવા મળશે અવકાશમાં દુર્લભ નજારો

સપ્તાહના છેલ્લા બે દિવસમાં 9 અને 10  જાન્યુઆરીના રોજ આકાશમાં Astronomical Miracle  જોવા મળશે જે તમને રોમાંચિત કરી દેશે, વાસ્તવમાં 9 અને 10 જાન્યુઆરીનાં રોજ  સૂર્યાસ્ત પછી તમને આકાશમા અત્યંત મહત્વપૂર્ણ નજારો જોવા મળશે. જેમાં મહત્વના ગ્રહ શનિ,  બુધ અને ગુરુ એક સાથે નજર આવશે. આ નજારો આમ તો 8 અને 11 જાન્યુઆરીના રોજ પણ […]

Astronomical Miracle: 9 અને 10 જાન્યુઆરીનાં રોજ  જોવા મળશે અવકાશમાં દુર્લભ નજારો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 08, 2021 | 5:22 PM

સપ્તાહના છેલ્લા બે દિવસમાં 9 અને 10  જાન્યુઆરીના રોજ આકાશમાં Astronomical Miracle  જોવા મળશે જે તમને રોમાંચિત કરી દેશે, વાસ્તવમાં 9 અને 10 જાન્યુઆરીનાં રોજ  સૂર્યાસ્ત પછી તમને આકાશમા અત્યંત મહત્વપૂર્ણ નજારો જોવા મળશે. જેમાં મહત્વના ગ્રહ શનિ,  બુધ અને ગુરુ એક સાથે નજર આવશે. આ નજારો આમ તો 8 અને 11 જાન્યુઆરીના રોજ પણ જોવા મળશે. પરંતુ સ્પષ્ટ રીતે આ નજારો 9 અને 10 જાન્યુઆરીના રોજ જોવા મળશે. આ વર્ષે આ 2021ની પ્રથમ રોમાંચકારી ખગોળીય ઘટના હશે.

આ પૂર્વે વર્ષ 2020 માં  21 ડિસેમ્બરના રોજ રાત્રે લોકોનું ધ્યાન અંતરીક્ષ તરફ  ખેંચાયું હતું.  જેના લીધે  ગુરુ અને  શનિનું ગ્રેટ  કંજેશન જોવા મળ્યું હતું. આ દરમ્યાન શનિ એન ગુરુ બંને એકબીજાની નજીક આવ્યા હતા. જો કે આ બે ગ્રહો વચ્ચેનું અંતર અંદાજે 73.5 કરોડ કિલોમીટર હતી. પરંતુ ફરી અંતરીક્ષમાં તે દૂરથી તારા જેટલો નજર આવતો હતો. દુનિયાભરના તમામ લોકો આ દ્રશ્યના સાક્ષી બન્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પૂર્વે શનિ અને ગુરુ આટલા નજીક અંદાજે 1623 વર્ષ પહેલા જોવા મળ્યા હતા.  હવે શનિ અને ગુરુ ચોક્કસ દૂર થયા છે.  પરંતુ આમની વચ્ચે હવે બુધ પણ આવ્યો છે.  જેમાં 9 અને 10 જાન્યુઆરીના રોજ ત્રણ ગ્રહ મળીને એક ત્રિકોણ બનાવશે, ત્રણ ગ્રહો ચાર દિવસ  સુધી એક બીજાના ખૂબ નજીક જોવા મળશે અને 10 જાન્યુઆરીના રોજ દૂર થતાં નજરે પડશે જેમાં સૂર્યાસ્ત બાદ તમે આ નજારોનો આનંદ માણી શકશો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">