Assembly Elections 2021: પાંચ રાજ્યોમાંથી ચૂંટણી પંચે રૂપિયા 331 કરોડ જપ્ત કર્યા

Assembly Elections 2021: ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ થતો અટકાવવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચે કરેલી વ્યવસ્થા અંતર્ગત, પાંચ રાજ્યોમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 331 કરોડ ચૂંટણી પંચે જપ્ત કર્યા છે.

Assembly Elections 2021: પાંચ રાજ્યોમાંથી ચૂંટણી પંચે રૂપિયા 331 કરોડ જપ્ત કર્યા
Follow Us:
| Updated on: Mar 18, 2021 | 4:04 PM

કેન્દ્રીય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, પોંડીચેરી અને આસામમાંથી ચૂંટણી પહેલા 331 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ થતો અટકાવવા કેન્દ્રિય ચૂંટણી પંચે કુલ 295 ઓબ્ઝર્વરની નિમણુંક કરી છે. કેન્દ્રિય ચૂંટણી પંચે જપ્ત કરેલ રોકડ ઉપરાંત દારુના જથ્થાનો પણ સમાવેશ થાય છે. 2016ની ચૂંટણી સમયે જપ્ત કરાયેલ રોકડ કરતા આ વખતે જપ્ત કરાયેલ રોકડ વધુ છે. હજુ કેટલાક રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ પણ નથી થયો અને નાણાકીય હેરફેર ઝડપાઈ છે. 2016માં આ પાંચ રાજ્યોમાંથી 225.77 કરોડ જપ્ત કરાયા હતા. આ વખતે અત્યાર સુધીમાં સૌથી વધુ રોકડ તામિલનાડુમાંથી 127 કરોડ જપ્ત કરાયા છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં નિમેલા પાંચ સ્પેશિયલ એક્સપેંડિચર ઓબ્ઝર્વરની નિમણૂંક કરાઈ છે. ચૂંટણી પંચ અનુસાર આસામમાં 63 કરોડ, પોંડીચેરીમાં 5.72 કરોડ, તામિલનાડુમાં 127.64 કરોડ. કેરળમાં 21.77 કરોડ અને પશ્ચિમ બંગાળમાથી 112.59 કરોડની રકમ જપ્ત કરાઈ છે. કેન્દ્રિય ચૂંટણી પંચે જપ્ત કરેલ રોકડ ઉપરાંત દારુના જથ્થાનો પણ સમાવેશ થાય છે. હજુ પાચ રાજ્યોમાં ચૂંટણી 27 માર્ચથી લઈને, 29 એપ્રિલ સુધી યોજાશે. આ દરમિયાન હજુ પણ વધુ કેટલીક બિનહિસાબી રકોડ રકમ ચૂંટણી પંચના હાથ લાગે તેવી સંભાવના છે. અત્યાર સુધીમાં ઝડપાયેલ રોકડ રકમમાંથી સૌથી વધુ તામિલનાડુમાંથી રોકડ રકમ ઝડપાઈ છે.

કયા રાજ્યમાંથી કેટલી ઝડપાઈ રોકડ

તામિલનાડુમાં 127.64 કરોડ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પશ્ચિમ બંગાળામા 112.59 કરોડ

આસામમાં 63 કરોડ

પોંડીચેરીમાં 5.72 કરોડ

કેરળમાં 21.77 કરોડ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જે તે રાજ્યમાં યોજાનાર ચૂંટણીમાં કાળાનાણાનો દુરપયોગ ચૂંટણીમાં ના થાય તે માટે, આવકવેરા, પોલીસ સાથે મળીને ફ્લાઈગ સ્વોવોર્ડ રચે છે. આ સ્કોવોર્ડની કામગીરી મહત્વના સ્થળે ચોકસાઈ રાખીને નિયત માત્રા કરતા વધુ નાણાની હેરફેર ઉપર નજર રાખે છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ વધુ નાણા સાથે ઝડપાય તો, તેની પાસે પુરાવાઓ માંગે છે. અને યોગ્ય પુરાવાઓ ના આપે તો નાણા જપ્ત કરીને જે તે વ્યક્તિ સામે કાનુની કાર્યવાહી હાથ ધરાય છે. અત્યાર સુધીમાં આ પ્રકારે અનેક કરોડ રૂપિયા કેન્દ્રીય ચૂંટણી પંચે જપ્ત કર્યા છે. જેની તપાસ આવકવેરા વિભાગ હાથ ધરે છે. અને તેનો રીપોર્ટ પણ કેન્દ્રીય ચૂંટણી પંચને સોપવામાં આવે છે.  કેન્દ્રીય ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણયથી ચૂંટણીમાં કાળાનાણાનો વપરાશ ઘટ્યો છે.

Latest News Updates

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">