કોંગ્રેસ પ્રમુખપદની સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે અશોક ગેહલોત, હવે આ 4 નામની થઈ રહી છે ચર્ચા

રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમ પાર્ટી નેતૃત્વની વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાર્ટીએ આ અંગે અશોક ગેહલોત (Ashok Gehlot) સાથે વાત કરી તો તેમણે હાથ ઉંચા કરીને કહ્યું કે ધારાસભ્યો મારા કહ્યામાં નથી.

કોંગ્રેસ પ્રમુખપદની સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે અશોક ગેહલોત, હવે આ 4 નામની થઈ રહી છે ચર્ચા
Ashok Gehlot (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:31 AM

રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલ છે કે અશોક ગેહલોત (Ashok Gehlot) પાર્ટી અધ્યક્ષ પદની સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે. દિલ્લીના 10 જનપથ પર બેઠક શરૂ થાય તે પહેલા જ મોટી માહિતી બહાર આવી રહી છે. કેરળથી જયપુર સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એકસાથે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે ‘તે (ગેહલોત) કોંગ્રેસ અધ્યક્ષની (Congress President Election) રેસમાંથી બહાર છે’. જેઓ 30 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારી નોંધાવશે તેવા નેતાઓ પણ બહાર થશે, હવે મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ, કેસી વેણુગોપાલ પ્રમુખ પદની રેસમાં છે. સીડબ્લ્યુસીના સભ્ય અને પાર્ટીના એક નેતાએ એમ પણ કહ્યું કે ગેહલોત જે રીતે વર્તે છે તે પાર્ટીના નેતૃત્વ માટે યોગ્ય નથી. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વની સમસ્યા વધારી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક

રાજસ્થાનમાં ઘટનાક્રમ બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને બોલાવ્યા હતા. આ નેતાઓ સાથે રાજસ્થાનના રાજકીય સંકટ સહિત પ્રમુખપદની ચૂંટણી પર ચર્ચા થઈ. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ, રાજસ્થાનના નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેએ પણ બેઠકમાં હાજરી આપી હતી. રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામેશ્વર ડુડી પણ 10 જનપથ પર આવ્યા હતા. પૂર્વ સાંસદ સીએમ કમલનાથને પણ દિલ્લીમાં બોલાવવામાં આવ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીઃ 30મી સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે

કોંગ્રેસ નેતા કે મુરલીધરને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ચિત્ર 30 સપ્ટેમ્બરે જ સ્પષ્ટ થશે. એ જ દિવસે ખબર પડશે કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણીમાં કોણ કોણ લડે છે. 29 સપ્ટેમ્બરે બપોરે ભારત જોડો યાત્રાનું કેરળમાં સમાપન થશે. તમામ નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી અને ત્રણ દિવસમાં તમામ બાબતોનું સમાધાન થઈ જશે. નેહરુ પરિવાર કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં હસ્તક્ષેપ નહીં કરે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પહેલેથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં દખલ કરવાના નથી. જ્યાં સુધી રાજસ્થાનનો મામલો છે તેનો એક-બે દિવસમાં ઉકેલ આવી જશે.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

એક દિવસ પહેલા ગેહલોતના સમર્થકોએ સામૂહિક રાજીનામું આપ્યું હતું

જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ભરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન, પાર્ટીએ અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને રાજસ્થાનમાં નવા સીએમ ચહેરા અંગે પરામર્શ માટે જયપુર મોકલ્યા હતા. પરંતુ, ધારાસભ્ય દળની બેઠક પહેલા જ ગેહલોત જૂથે હાઈકમાન્ડ સામે બળવો પોકાર્યો હતો અને 82 ધારાસભ્યોએ સામૂહિક રીતે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું. આ તમામ પ્રક્રિયા પાર્ટી નેતૃત્વની વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પાર્ટીએ આ અંગે અશોક ગેહલોત સાથે વાત કરી તો તેમણે હાથ ઉંચા કરીને કહ્યું કે ધારાસભ્યો મારા કહ્યામાં નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">