Arunachal Pradesh: વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, તમામ પાયલટ અને ક્રુ મેમ્બર સુરક્ષિત

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનો ઉપયોગ મેઈનટેનન્સ હેઠળ કરવામાં આવી રહ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવશે.

Arunachal Pradesh: વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, તમામ પાયલટ અને ક્રુ મેમ્બર સુરક્ષિત
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 4:31 PM

ભારતીય વાયુસેના (Indian Air Force)નું Mi-17 હેલિકોપ્ટર (Mi-17 Helicopter) ગુરૂવારે અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના પૂર્વ ક્ષેત્રમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં સવાર 2 પાયલટ અને 3 ક્રુ મેમ્બર તમામ સુરક્ષિત છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરનો ઉપયોગ મેઈનટેનન્સ હેઠળ કરવામાં આવી રહ્યો હતો. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો ઓર્ડર આપવામાં આવશે. વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આ પહેલા સપ્ટેમ્બરમાં જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના ઉધમપુર (Udhampur) જિલ્લામાં શિવગઢ ઘાર વિસ્તારમાં વાયુસેના (Air Force)નું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં બે પાયલટના મોત થયા હતા.

ત્યારે ઓગસ્ટ મહિનામાં પણ જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કઢુઆ (Kathua) જિલ્લામાં સ્થિત રણજીત સાગર ડેમ (Ranjit Sagar Dam)ની પાસે પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પણ બે પાયલટના મોત થયા હતા. જે ડેમની ઉપર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જે પંજાબ (Punjab)ના પઠાણકોટ (Pathankot)થી 30 કિલોમીટર દુર છે.

21 ઓક્ટોબરે મધ્યપ્રદેશ (MadhyaPradesh)ના ભિંડ જિલ્લામાં ભારતીય વાયુસેના (Indian Air Force)નું ફાઈટર વિમાન મિરાજ-2000 (Miraj-2000) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે વિમાન ક્રેશ થયા પહેલા જ પાયલટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત બહાર નિકળી ગયા હતા. ટ્રેનિંગ દરમિયાન ટેક્નિકલ ખરાબી આવવાના કારણે આ દુર્ઘટના બની હતી.

આ પણ વાંચો: હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”

આ પણ વાંચો: Rajnath Sinh Ladakh Visit: રેઝાંગ લા યુદ્ધના શહીદોની યાદમાં બનાવાયુ સ્મારક, રાજનાથ સિંહે કહ્યુ, ”સૈનિકો ભારતની ધરતીના એક-એક ઈંચની રક્ષા કરવા સક્ષમ”

આ પણ વાંચો: Asian Archery Championship: જ્યોતી એ કર્યો કમાલ, એશિયન ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ, જબરદસ્ત ટક્કર આપીને એક પોઇન્ટ થી મેળવી જીત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">