કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કાશ્મીરમાં ઈન્ટરનેટ ફરીથી શરૂ થાય તે ખૂબ જરૂરી: SC

કલમ 370 મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કાશ્મીરમાં ઈન્ટરનેટ ફરીથી શરૂ થાય તે ખૂબ જરૂરી: SC

જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો હટાવવા અંગે કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેંચે નિર્ણય આપ્યો છે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટમાં જજે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસોનો એક ઈતિહાસ હતો. વિરોધ છતા બે પ્રકારના વિચારો સામે આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં કલમ 144ની 7 દિવસમાં સમીક્ષા કરવામાં આવે અને ઈન્ટરનેટ ફરીથી શરૂ થાય તે […]

Kunjan Shukal

|

Jan 10, 2020 | 5:54 AM

જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો હટાવવા અંગે કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેંચે નિર્ણય આપ્યો છે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટમાં જજે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં હિંસોનો એક ઈતિહાસ હતો. વિરોધ છતા બે પ્રકારના વિચારો સામે આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં કલમ 144ની 7 દિવસમાં સમીક્ષા કરવામાં આવે અને ઈન્ટરનેટ ફરીથી શરૂ થાય તે ખૂબ જરૂરી છે. ખૂબ જ જરૂરી હોય તો જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રતિબંધ પર આદેશોની સમીક્ષા કરવા માટે સમિતિ બનશે. કાશ્મીરની રાજનીતિમાં દખલગીરી કરવી અમારૂ કામ નહીં. કાશ્મીરમાં બેંકિંગ અને વેપારી સેવાઓ તાત્કાલિક શરૂ થાય અને જરૂર પડે તો જ કલમ 144 લગાવવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોર્ટે કહ્યું કે લોકોની સલામતી અને જાન-માલના જોખમને ધ્યાનમાં રાખીને, સરકારને કાયદામાં પ્રતિબંધો લાદવાનો અધિકાર છે. સરકાર પ્રતિબંધથી સંબંધિત તમામ આદેશ પ્રકાશિત કરે. જો જરૂરી હોય તો હાઈકોર્ટે તેની તપાસ કરવી જોઈએ. ઈન્ટરનેટ થોડા સમય માટે જ બંધ કરવામાં આવે, જે નિર્ધારિત સમય માટે હોય અને દર 7 દિવસે તેની પર પુન:વિચાર કરવો. કોઈ પણ પ્રતિબંધ કાયદાના કાર્યક્ષેત્રમાં હોવો જોઈએ અને તેનો આદેશ પ્રકાશિત કરવામાં આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈન્ટરનેટ પ્રતિબંધના દરેક સરકારી આદેશની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ. મેજિસ્ટ્રેટ સીઆરપીસીની કલમ 144 અને અન્ય પ્રતિબંધોની ન્યાયિક સમીક્ષા કરી શકે છે. સરકાર નિયંત્રણો પર પુનર્વિચાર કરે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati