પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ બિહાર પોલીસની સમક્ષ હાજર થઈ રહ્યાં નથી. આથી પોલીસ કડક પગલું લઈ શકે છે અને તેનાથી સિદ્ધુની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બિહારના કટિહારથી પોલીસ પંજાબના અમૃતસર પહોંચી છે. જો કે પોલીસની સામે સિદ્ધુ 26 જૂન સુધીમાં હાજર નહીં થાય તો પોલીસ ધરપકડ વોરંટ માટે કોર્ટમાં અરજી કરી શકે છે. આમ સિદ્ધુની સામે ધરપકડ વોરંટ ઈશ્યુ થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કટિહાર પોલીસનું કહેવું છે કે નવજોત સિંહ સિદ્ધુ સમન રિસીવ કરી રહ્યાં નથી આથી તેમની સામે ધરપકડનું વોરંટ ઈશ્યુ થઈ શકે છે. એસપી વિકાસ કુમારે જાણકારી આપી છે કે બિહાર પોલીસના બે જવાન 26 જૂન સુધી પંજાબમાં જ રહેશે અને સિદ્ધુ સમન રિસીવ કરે તેનો પ્રયત્ન કરશે. જો તેઓએ સમન રિસીવ ના કર્યું કે જામીન બોન્ડ પર સાઈન નહીં કરી તો તેમની સામે પોલીસ તપાસના આધાર રાખી ધરપકડ માટે કોર્ટમાં અરજી કરી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ક્યાં કેસમાં નવજોત સિંહ સિદ્ધુ સામે થઈ રહી છે કાર્યવાહી
લોકસભાની ચૂંટણીમાં સિદ્ધુએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે કેસમાં સિદ્ધુની સામે કાર્યવાહી થઈ રહી છે. બલરામપુર વિધાનસભા ક્ષેત્રમાં સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતું કે તમે અહીં અલ્પસંખ્યક હોવા છતાં બહુસંખ્યક છો. જો તમે એકજૂટતા દેખાડો તો તમારા ઉમેદવાર તારિક અનવરને કોઈપણ નહીં હરાવી શકે. આ નિવેદનને લઈને સિદ્ધુ પણ ધર્મના આધારે મત માગવા, ભડકાઉ ભાષણ આપવાનો કેસ થયો હતો. આ કેસમાં જ કાર્યવાહી થઈ રહી છે અને બિહાર પોલીસ પંજાબ પહોંચી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]