સુપ્રીમકોર્ટની ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કોર્ટના આદેશની અવમાનના થઈ છે, તેમ છતાં અમે સેનાને તેની ભૂલ સુધારવાની તક આપીએ છીએ.

સુપ્રીમકોર્ટની ઝાટકણી બાદ સેના 11 મહિલા અધિકારીને કાયમી કમિશન આપવા તૈયાર
army-ready-to-give-permanent-session-to-11-women-officers-after-supreme-court-slap
Follow Us:
| Updated on: Nov 12, 2021 | 2:40 PM

સુપ્રીમ કોર્ટ(Supreme court)ના આદેશ છતાં મહિલાઓને કાયમી કમિશન ન આપવા બદલ સુપ્રીમ કોર્ટે (Supreme court)સેનાને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે કોર્ટની અવમાનના કરી છે, છતાં તમને તક આપવામાં આવી રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો કે મહિલાઓને સેનામાં કાયમી કમિશન મળવું જોઈએ. મહિલાઓ સાથે કોઈ ભેદભાવ ન હોઈ શકે.

72 મહિલાઓએ કરી હતી અરજી સુપ્રીમ કોર્ટે મહિલાઓને સેનામાં કાયમી કમિશન આપવામાં આદેશ આપવામાં આવ્યો હતો. જો કે કેટલીક મહિલાઓને મેડિકલ કે અન્ય કોઈ કારણસર કાયમી કમિશન આપવામાં આવ્યું નથી. આવી 72 મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે સેનાના વલણ અંગે ઘણું સાંભળ્યું હતું.

સેનાના વકીલની દલીલ બીજી તરફ સેના દ્વારા ફરીથી કહેવામાં આવ્યું કે હાલમાં, 72 માંથી માત્ર 14 મહિલાઓ તબીબી રીતે અનફિટ હોવાનું જાણવા મળ્યું હતું. સેનાના વકીલે બેંચને કહ્યું કે અમે 11 મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા તૈયાર છીએ જેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે

અરજદારના વકીલની દલીલ અરજદારના વકીલો તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે પણ મહિલા 60 ટકાના માપદંડને પૂર્ણ કરે છે તેને કાયમી કમિશન મળવું જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુપ્રીમ કોર્ટે અગાઉ આદેશ કર્યો હતો અગાઉ સુપ્રીમ કોર્ટે ભારતીય સેનાને તમામ મહિલા શોર્ટ સર્વિસ કમિશન્ડ ઓફિસરોને કાયમી કમિશન આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

ભારતીય સેનાએ ​​29 ઓક્ટોબરે 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને આ મહિને 22 ઓક્ટોબરે કાયમી કમિશન મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે સેનાને 1 નવેમ્બર સુધીમાં તેમને કાયમી કમિશન આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે તે સુનિશ્ચિત કરે કે આ મહિલા અધિકારીઓને 7 દિવસોમાં નવી સેવાનો દરજ્જો આપવામાં આવે.

આ પણ વાંચોઃ Instagram પર વધુ સમય વિતાવનાર લોકો માટે આવી રહ્યુ છે નવું ફિચર, લોકો બોલ્યા આની તો ક્યારની જરૂર હતી

આ પણ વાંચોઃ જેઠાજી તો નિકળ્યા દિલના ડોક્ટર ! ડેન્ગ્યુના દુ:ખમાં દિલ્હીની તેમની ફેનની દિલિપ જોશી સાથે વાત કરવાની ઈચ્છા પુરી કરીને લાવ્યુ ચહેરા પર હાસ્ય, દિકરીનાં પિતાએ TV9 ને મોકલ્યો ખાસ વિડિયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">