જમ્મુ-કાશ્મીરમાં સેનાએ બોલાવ્યો આતંકવાદીઓનો ખાત્મો, અલગ અલગ એન્કાઉન્ટર્સમાં 11 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ બોલાવ્યો આતંકવાદીઓનો ખાત્મો, અલગ અલગ એન્કાઉન્ટર્સમાં 11 આતંકીઓ ઠાર
Army conducted encounters in Anantnag

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગના નૌગામમાં શરૂ થયું હતું જેમાં એક પાકિસ્તાની આતંકવાદી સહિત 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 30, 2021 | 4:00 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) અલગ-અલગ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા છે. તમામ આતંકવાદીઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી ચારની ઓળખ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, 6 આતંકવાદીઓમાંથી 2 પાકિસ્તાની અને 2 મકામી હતા. 2 અન્ય આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. અનંતનાગ ઓપરેશનમાં એક જવાન શહીદ થયો હતો, જેકેપીના બે કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ એન્કાઉન્ટર અનંતનાગના નૌગામમાં શરૂ થયું હતું જેમાં એક પાકિસ્તાની આતંકવાદી સહિત 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. અનંતનાગમાં એન્કાઉન્ટર બાદ બુધવારે કુલગામમાં (Kulgam) સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આઈજીપી કાશ્મીરે કહ્યું કે હાલમાં કાશ્મીરમાં 200થી ઓછા આતંકીઓ સક્રિય છે. તેમાંથી 86 આતંકવાદીઓ સ્થાનિક છે. તેમણે કહ્યું કે ખીણમાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓને, છુપાયેલા સ્થળોમાંથી બહાર આવવાની ફરજ પડી છે, તેનું મુખ્ય કારણ સ્થાનિક લોકોએ તેમને મદદ કરવાનો ઇનકાર કર્યો છે.

સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં ઘાટીમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ હતા, જેમાં તેમના પાકિસ્તાની નેતાનો પણ સમાવેશ થાય છે. એન્કાઉન્ટર અંગે આઈજીપી કાશ્મીરે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગ જિલ્લામાં થયું હતું, જેમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ અત્યાર સુધીમાં બે પાકિસ્તાની અને બે સ્થાનિક આતંકવાદીઓ તરીકે થઈ છે.

કાશ્મીરમાં આતંકવાદીઓની સ્થિતિ વિશે માહિતી આપતા, IGP કાશ્મીરે ગુરુવારે કહ્યું કે કાશ્મીરમાંથી આતંકવાદી સંગઠનોમાં જોડાનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે સ્થાનિક યુવાનો હવે આતંકવાદી સંગઠનોમાં જોડાઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે આ વર્ષે 128 સ્થાનિક લોકો આતંકવાદી સંગઠનોમાં જોડાયા છે. જેમાંથી 73 માર્યા ગયા અને માત્ર 39 જ બચ્યા છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળો દ્વારા કુલગામ જિલ્લાના મિરહામા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો.

આ પણ વાંચો –

UP Assembly Election Date 2022: મતદાનનો સમય એક કલાક વધારવામાં આવશે, 5 જાન્યુઆરીએ આખરી મતદાર યાદી જાહેર થશેઃ ચૂંટણી પંચ

આ પણ વાંચો –

MP Kalicharan Maharaj Arrested: ખજુરાહોમાંથી કાલીચરણની ધરપકડ કરવામાં આવી હતી, ધર્મ સંસદમાં મહાત્મા ગાંધી પર કરી હતી અભદ્ર ટિપ્પણી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati