શું બાળકોને પણ છે Black Fungus નો ખતરો, ત્રીજી લહેર બાળકો માટે છે ઘાતક, જાણો બે ડોકટરોનો અભિપ્રાય

શું બાળકોને પણ  Black Fungus નો ખતરો છે.તેમજ કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક છે. આ તમામ સવાલો પર બે ડોકટરોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આવો જાણીએ વિગતે

શું બાળકોને પણ છે Black Fungus નો ખતરો, ત્રીજી લહેર બાળકો માટે છે ઘાતક, જાણો બે ડોકટરોનો અભિપ્રાય
શું બાળકોને પણ છે Black Fungus નો ખતરો

દેશના કોરોના ( Corona )  વાયરસની બીજી લહેર ધીરે ધીરે ધીમી પડી રહી છે. તેવા સમયે લોકોને અને  તેમાં પણ ખાસ કરીને નાના બાળકોના માતાપિતાને કોરોનાની ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે. આ ઉપરાંત શું બાળકોને પણ  Black Fungus નો ખતરો છે.તેમજ કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ઘાતક છે. આ તમામ સવાલો પર બે ડોકટરોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આવો જાણીએ વિગતે

જેમાં પણ હાલના સંજોગોમાં જોવા જઇએ ( Corona ) ની બીજી લહેરમાં પણ 18 વર્ષથી મોટી વયના લોકો માટે વેકસિનેશન ચાલી રહ્યું છે. તેમજ હાલ 18 વર્ષથી નાના બાળકો માટે કોઇ વેક્સિન આવી નથી અને માત્ર તેના ક્લિનિકલ ટ્રાયલ જ ચાલુ છે. તેવા સમયે ઘરના સભ્યોએ  આ નાના બાળકોને કોરોનાના કેરિયર ના બનીને પ્રોટેક્ટ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. બાળકોને પોષણક્ષમ આહાર આપવો પડશે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડશે.

કોવિડના કોઈ પ્રારંભિક લક્ષણો હોય તો ,માતાપિતાએ નોંધ લેવી જોઈએ

સામાન્ય રીતે બાળકોમાં તાવ, કફ, ઉલટી, ડાયેરિયા, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ કોઇપણ સિઝનલ ફ્લૂના લક્ષણો છે. આની ફેમિલી ડૉક્ટર અથવા બાળરોગ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ પેરાસીટામોલ અને અન્ય સરળ ઉપાયો દ્વારા સારવાર કરવામાં આવે છે. અમે માતાપિતાને ભલામણ કરીએ છીએ કે ઘરે સરળ લક્ષણ ચાર્ટ જાળવો. જે તમારા ડોક્ટર સાથે શેર કરી શકાય. હું વ્યક્તિગત રીતે ભલામણ કરું છું કે તમે એક કે બે દિવસ રજા રાખો અને ઘરે બાળકની દેખરેખ રાખો.

તાત્કાલિક બાળરોગ નિષ્ણાતની સલાહ લો

જો બાળકની સ્થિતિ બગડે છે તો  શક્ય તેટલી ઝડપે સારવાર આપવાની જરૂર છે. તેમાં પણ લાંબા સમય સુધી અને વધારે તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ખોરાક ના ખાવો, ઉલટી, ડાયેરિયા,પેટમાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, અને સૌથી અગત્યનું બાળકના વર્તનમાં કોઈ નોંધપાત્ર અને લાંબા સમય સુધી ફેરફાર. તેમજ લાલ અને સોજોવાળી આંખો અને હોઠ અને શરીર પર ચકામા એક ચેતવણી છે. તેથી તાત્કાલિક બાળરોગ નિષ્ણાતની સલાહ લો.

Black Fungus  શું છે અને  આ રોગ બાળકોને થઇ શકે  છે?

Black Fungus  અથવા Mucormycosis એ દુર્લભ ફંગલ ચેપ છે. આ ફૂગ સામાન્ય રોગપ્રતિકારક શક્તિવાળા તંદુરસ્ત વ્યક્તિને ચેપ લગાવી શકતી નથી અને સામાન્ય રીતે ફક્ત તે જ લોકોને ચેપ લગાડે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. તેથી તેઓને તકવાદી સુક્ષ્મ સજીવો કહેવામાં આવે છે. પુખ્ત વયના લોકોની તુલનામાં કોરોના ગ્રસ્ત બાળકોમાં આ ખૂબ જ દુર્લભ છે. ડાયાબિટીઝ જેવા રોગ અને સ્ટેરોઇડ્સના અંધાધૂંધ ઉપયોગને લીધે કોરોના ગ્રસ્ત પુખ્ત વયના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. તેથી આવી કોઇ ઘટના ન બને તે માટે આપણે આઈસીયુમાં બાળકોની દેખરેખ રાખવામાં ખૂબ કાળજી લેવાની જરૂર છે.

વાયરસ હવા દ્વારા ફેલાઇ શકે છે ? બાળકોને સુરક્ષિત રાખો

કોરોનાની નવી માર્ગદર્શિકા જણાવે છે કે કોરોના વાયરસનો ડ્રોપલેટ એરોસેલની મદદથી 10 મીટર સુધી ચેપ ફેલાવી શકે છે, તેથી બાળકોને રમતના મેદાનમાં રમવા ન દેવા જોઇએ. તેમજ ઘરની બહાર નીકળવું ટાળવું જોઈએ. માસ્ક પહેરવાનું ફરજિયાત છે.બે વર્ષ કે અને તેથી વધુ વયના બાળકોએ જાહેરમાં જ્યારે તેમના ઘરની આસપાસના લોકોને મળતા હોય ત્યારે માસ્ક પહેરવા જોઈએ.

બાળકોને માસ્ક પહેરવાની સાચી રીત સમજાવવી જોઇએ

એક બીજા વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટ અંતર રાખવું અને માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ.તેમજ બાળકોને માસ્ક પહેરવાની સાચી રીત સમજાવવી જોઇએ. જો ઘરની અંદર કોઇ કોરોના પોઝિટિવ હોય તો બાળકોને ઘરની અંદર પણ માસ્ક પહેરાવવું જોઈએ.તેમને ઓછામાં ઓછા 20 સેકંડ સુધી સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા માસ્કને સ્પર્શ અથવા દૂર કર્યા પછી ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલ સાથે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની તાલીમ આપવી જોઈએ.

ઘરે રહીને માતા-પિતા બાળકોને ફીટ અને એક્ટિવ રહેવાની ખાતરી કેવી રીતે આપી શકે?

બાળકોએ સારી રીતે ખાવું જોઈએ, નિયમિત વ્યાયામ કરવો જોઈએ અને પોઝિટિવ રહેવું જોઈએ. દરરોજ શિડ્યુલ બનાવો અને બાળકના દૈનિક વ્યક્તિગત કામો તેમ જ તેની ઉમર માટે યોગ્ય ઘરનાં કામો તેમાં સામેલ હોવા જોઈએ. ઘરના કામકાજ સાથે માતાપિતાને સહાય કરવી એ આનંદદાયક હોવું જોઈએ.

બાળકો માટે મનોરંજનની વ્યવસ્થા રાખો

બાળકો માટે દિવસની સરળ પ્રવૃત્તિઓ જેવી કે રસોઈ, છોડને પાણી આપવું, ભાઈ-બહેન સાથે રમવું વગેરે. તમારા ઘરમાં બાળકો માટે મનોરંજનની વ્યવસ્થા રાખો. જ્યાં તેઓ પેઇન્ટ કરી શકે, કોયડાઓ રમી શકે, કોઈ પુસ્તક વાંચી શકે અથવા નૃત્ય પણ કરી શકે. મનોરંજક રીતે ‘ક્લીન અપ ટાઇમ’સામેલ કરો.

નિયમિત રસીઓ લેવી મહત્વપૂર્ણ

આ ઉપરાંત દેશના નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ મુજબની બધી નિયમિત રસીઓ લેવી મહત્વપૂર્ણ છે કારણ કે આ રસી બાળકોને ચેપ થી અટકાવશે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન તે બીમારીઓનો ભાર ઘટાડશે. અલબત્ત, તેમાની કોઈ પણ રસી કોરોનાના ચેપને રોકી શકતી નથી.

DISCLAIMER: આ સમગ્ર માહિતી મહારાષ્ટ્ર સરકારના પીડિયાટ્રિક કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અને ઇંડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક એન્ડ ડેવલોપમેન્ટ ઓફ બિહેવીયરલ પીડિયાટ્રીશિયન ના નેશનલ જોઇન્ટ સેક્રેટરી ડો. સમીર હસન દલવાઇ અને ઇંડિયન એકેડમી ઓફ પીડિયાટ્રીકસના પૂર્વ નેશનલ એકઝયુકેટીવ બોર્ડના સભ્ય ડો. ગણેશ કુલકર્ણી એ આપેલા અભિપ્રાયને આધારિત છે.