દિલ્હીમાં છઠ્ઠા સિરો સર્વેના પરિણામ સામે આવ્યાં, 90 ટકા લોકોમાં વિકસી ચુકી છે એન્ટીબોડી

Sero Survey in Delhi : જાન્યુઆરીમાં કરવામાં આવેલા પાંચમા સેરો સર્વેમાં 56.13 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

દિલ્હીમાં છઠ્ઠા સિરો સર્વેના પરિણામ સામે આવ્યાં, 90 ટકા લોકોમાં વિકસી ચુકી છે એન્ટીબોડી
Antibodies found against corona in 90 percent population of Delhi as per 6th sero survey

DELHI : દિલ્હીમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે હવે વધુ એક રાહતના સમાચાર છે. દિલ્હીમાં 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે એન્ટિબોડી (Antibodies) મળી આવી છે. છઠ્ઠા સેરો સર્વે (6th sero survey)રિપોર્ટમાં આ આંકડો સામે આવ્યો છે. દિલ્હીના દરેક જિલ્લામાં સીરો પોઝીટીવીટી રેટ 85 ટકાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીમાં કોરોનાના ચોથી અને સૌથી ખતરનાક લહેર પછી આ પહેલો સેરો સર્વે હતો. સર્વેમાં 90 ટકાથી વધુ લોકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ મળી આવી છે. સિરો-પોઝિટિવ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. જાન્યુઆરીમાં કરવામાં આવેલા પાંચમા સેરો સર્વેમાં 56.13 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મળી આવી હતી.

સર્વે માટે કુલ 28 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા
દિલ્હીમાં છઠ્ઠો સિરો સર્વે 24 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો. આ સિરો સર્વેમાં એક અઠવાડિયા માટે 272 MCDવોર્ડ, NMDC અને કેન્ટોનમેન્ટ બોર્ડ સહિત 280 વોર્ડમાંથી નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં દરેક વોર્ડમાંથી 100-100 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કુલ 28 હજાર સેમ્પલ લેવામાં આવ્યા હતા. નિષ્ણાતોના મતે, 90 ટકા લોકોમાં એન્ટિબોડીઝ મેળવવી એક સારી નિશાની છે અને કહી શકાય કે કોરોનાની આવનારી લહેર હવે એટલી ખતરનાક નહીં હોય. જો કે, નવા વેરિઅન્ટના આગમન પછી, ખતરો હજુ પણ યથાવત છે. તેથી સાવચેતી રાખવી જરૂરી છે.

રાજધાનીમાં કોરોના પોઝિટિવ રેટ 0.06 ટકા
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38 કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન રોગચાળાને કારણે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી. દિલ્હીનો પોઝિટિવ દર 0.06 ટકા છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિન અનુસાર દિલ્હીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 14 લાખ 39 હજાર 709 પર પહોંચી ગઈ છે. હાલ સક્રિય દર્દીઓની સંખ્યા 348 છે.

આ પણ વાંચો : સમીર વાનખેડેની બહેને નવાબ માલિક સામે નોંધાવી પોલીસ ફરિયાદ, રાષ્ટ્રીય મહિલા આયોગને પણ પત્ર લખ્યો

આ પણ વાંચો : નવી પાર્ટીની જાહેરાત વચ્ચે કેપ્ટન અમરિંદર સિંહ અને અમિત શાહ વચ્ચે યોજાશે મહત્વની બેઠક

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati