BIG NEWS: હવે તો પાકિસ્તાનને લોનની ભીખ પણ નહી મળે, પાકિસ્તાન થયું ‘બ્લેક લિસ્ટ’

પાકિસ્તાનને જે વાતનો ડર હતો તે જ થયું. FATF એટલે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દીધુ છે. આર્થિક તંગીથી ઝઝુમી રહેલી પાકિસ્તાની સરકાર માટે મોટો ઝટકો છે. પાકિસ્તાનને વૈશ્વિક સ્ટાન્ડર્ડને પુરા ન કરી શકવાના કારણે હવે ઘણા પ્રકારના પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે. FATFએ મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનેન્સિંગના […]

BIG NEWS: હવે તો પાકિસ્તાનને લોનની ભીખ પણ નહી મળે, પાકિસ્તાન થયું 'બ્લેક લિસ્ટ'
Kunjan Shukal

|

Aug 23, 2019 | 8:40 AM

પાકિસ્તાનને જે વાતનો ડર હતો તે જ થયું. FATF એટલે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરી દીધુ છે. આર્થિક તંગીથી ઝઝુમી રહેલી પાકિસ્તાની સરકાર માટે મોટો ઝટકો છે. પાકિસ્તાનને વૈશ્વિક સ્ટાન્ડર્ડને પુરા ન કરી શકવાના કારણે હવે ઘણા પ્રકારના પ્રતિબંધ માટે તૈયાર રહેવું પડશે.

FATFએ મની લોન્ડ્રિંગ અને ટેરર ફાઇનેન્સિંગના 40માંથી 32 સ્ટાન્ડર્ડ પર પાકિસ્તાનને અયોગ્ય ગણાવ્યું. સંગઠને પાકિસ્તાનને ઘણી વખત તક આપી કે તે તેમની જમીન પર ચાલી રહેલી આતંકી ગતિવિધિઓ વિરૂદ્ધ પગલા ભરે. ગયા અઠવાડિયે ઈસ્લામાબાદે 450 પાનાના દસ્તાવેજ હાજર કર્યા, જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાયદાકીય ફેરફાર અને છેલ્લા 1.5 વર્ષમાં આતંકી સમૂહોની વિરૂદ્ધ કાર્યવાહી સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તે પહેલા અમેરિકાના ઓરલેન્ડોમાં સંગઠનની બેઠકમાં ભારતે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવા પર દબાણ કર્યુ હતું. આ પહેલા જ પાકિસ્તાન ‘ગ્રે’ લિસ્ટમાં સામેલ હતું અને ભારતના પુરજોશ પ્રયત્નો ચાલી રહ્યા હતા કે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવામાં આવે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

40માંથી 32 સ્ટાન્ડર્ડ પર પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. બ્લેકલિસ્ટ થયા પછી પાકિસ્તાન પાઈ-પાઈ માટે નિર્ભર રહેશે અને પાકિસ્તાનને આતંરરાષ્ટ્રીય સંગઠનો અને વિદેશમાંથી લોન લેવી લગભગ અશક્ય બની જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati