શેતકરી સંગઠનના ANIL GHANAWATએ કહ્યું- ખેડૂત આંદોલનની સાથે પરંતુ નથી છોડી રહ્યા SUPREME COURT પેનલ

છેલ્લા 51 દિવસથી ખેડૂતો (FARMERS) આંદોલન કરી રહ્યા છે. શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર અને ખેડૂતો (FARMERS) વચ્ચે 10 મી વાર બેઠક યોજાવવા જઈ રહી છે.

શેતકરી સંગઠનના ANIL GHANAWATએ કહ્યું- ખેડૂત આંદોલનની સાથે પરંતુ નથી છોડી રહ્યા SUPREME COURT પેનલ
સુપ્રીમ કોર્ટ પેનલના અનિલ ઘણાવત

છેલ્લા 51 દિવસથી ખેડૂતો (FARMERS) આંદોલન કરી રહ્યા છે. શુક્રવારના રોજ કેન્દ્ર સરકાર અને ખેડૂતો (FARMERS) વચ્ચે 10 મી વાર બેઠક યોજાવવા જઈ રહી છે. ખેડૂતો (FARMERS) સાથે વાતચિત કરવા માટે સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) દ્વારા ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ચાર સભ્યોની કમિટીમાં ભુપીન્દર સિંહ માનએ (BHUPENDRA SINGH MAN) આ કમિટીને અલવિદા કહી દીધું હતું. તો શેતકરી સંગઠનના અધ્યક્ષ અનિલ ઘણાવતએ  (ANIL GHANAWAT )  કૃષિ બિલનો વિરોધ કરનાર ખેડૂત યુનિયનની પ્રસંશા કરી છે.

અનિલ ઘણાવતએ જણાવ્યું હતું કે, ખેડૂતોના (FARMERS)  પ્રદર્શનએ સરકાર અને સુપ્રીમ કોર્ટને કૃષિ કાયદાઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કરી દીધા છે. જો સરકાર અમારા અહેવાલને સ્વીકારશે નહીં, તો હું અને શેતકરી સંગઠનના સભ્યો દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે જોડાશું.

સુપ્રિમ કોર્ટે (SUPREME COURT) દ્વારા નવા કૃષિ કાયદાઓની તપાસ માટે 4 સભ્યોની પેનલની નિમણૂક કરવામાં આવી હતી જેમાં કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, ભારતીય ખેડૂત સંઘના પ્રમુખ ભૂપિંદરસિંહ માન, (BHUPENDRA SINGH MAN) આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના ડિરેક્ટર પ્રમોદકુમાર જોશી અને શેતકરી સંગઠનના પ્રમુખ અનિલ ઘણાવતનો (ANIL GHANAWAT) સમાવેશ થાય છે. આ ચાર નિષ્ણાતો પૈકી એક ભૂપેન્દરસિંહ માનએ (BHUPENDRA SINGH MAN) ગુરુવારે પેનલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. માન નિષ્પક્ષ બનવા માંગે છે એમ કહીને પેનલ છોડી દીધી.

પેનલના અન્ય સભ્ય, અશોક ગુલાટીએ કહ્યું કે મેં પણ ક્યારેય કોઈ રાજકીય પક્ષ માટે કામ કર્યું નથી. આ સમિતિ માત્ર ખેડુતોની (FARMERS) તરફેણમાં છે. પેનલના અન્ય સભ્યો કૃષિ નીતિના નિષ્ણાતો અશોક ગુલાટી અને પ્રમોદકુમાર જોશી છે.

આ પેનલ રાજધાનીના પુસામાં ભારતીય કૃષિ સંશોધન પરિષદના કેમ્પસમાંથી કાર્ય કરશે. કૃષિ મંત્રાલય દ્વારા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવશે. જેની જવાબદારી સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી પર રહેશે.

ગુરુવારે માનએ (BHUPENDRA SINGH MAN)  આ કમિટીને અલવિદા કહી દીધું હતું. માનના (BHUPENDRA SINGH MAN) આ ફેંસલાને લઈને ઘણાવતએ કહ્યું હતું કે, આ તેનો વ્યક્તિગત નિર્ણય છે. જેનું મારે સમ્માન કરવું જોઈએ. હું તેની સ્થિતિ સમજી શકું છું. ત્યાં સુધી કે હું પણ એ ખેડૂતો(FARMERS) સાથે છું જે વિરોધ કરી રહ્યા છે. આખરે અમારો ઉદેશ્ય અને લક્ષ્ય સરખું છે. આ સાથે જ કહ્યું હતું કે, જ્યાં સુધી હું પેનલમાં સામેલ છું ત્યાં સુધી હું ખેડૂતોના (FARMERS)  હિતની વિરુદ્ધમાં નહી જાઉ.

Click on your DTH Provider to Add TV9 Gujarati