Andhra Pradesh : ચાર ફરજ પર કાર્યરત અને એક નિવૃત IAS અધિકારીને જેલ, જાણો ક્યા કારણોસર કરવામાં આવી સજા

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં દોષિત સાબિત થયેલા IAS અધિકારીઓમાં મુખ્ય નાણાં સચિવ શમશેર સિંહ રાવત, મુખ્યમંત્રીના અધિક સચિવ રેવુ મુત્યાલા રાજુ, એસપીએસ નેલ્લોર જિલ્લા કલેકટર કે.વી.એન. ચક્રધર બાબુ અને પૂર્વ કલેક્ટર એમ.વી. શેષાગીરી બાબુનો સમાવેશ થાય છે.

Andhra Pradesh : ચાર ફરજ પર કાર્યરત અને એક નિવૃત IAS અધિકારીને જેલ, જાણો ક્યા કારણોસર કરવામાં આવી સજા
Andhra Pradesh High Court (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 2:57 PM

Andhra Pradesh: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ગુરુવારે ચાર ફરજ બજાવતા આઇએએસ અધિકારીઓ અને એક નિવૃત્ત આઇએએસ અધિકારીને કોર્ટની અવગણના બદલ જેલની સજા ફટકારી છે. હાઇકોર્ટે આ અધિકારીઓને 10 ફેબ્રુઆરી, 2017 ના કોર્ટના આદેશની “ઇરાદાપૂર્વક અવગણના” માટે દોષિત ઠેરવીને જેલની સજા ફટકારી છે.

ત્રણ IAS અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા

મુખ્ય સચિવ આદિત્યનાથ દાસ સહિત ત્રણ અન્ય IAS અધિકારીઓને આ કેસમાં મુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે તેમની સામેના આરોપો ફગાવી દેવામાં આવ્યા હતા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દોષિત સાબિત થયેલા આઈએએસ અધિકારીઓમાં (IAS Officer) મુખ્ય નાણાં સચિવ શમશેર સિંહ રાવત, મુખ્યમંત્રીના અધિક સચિવ રેવુ મુત્યાલા રાજુ, એસપીએસ નેલ્લોર જિલ્લા કલેકટર કે. વી. એન ચક્રધર બાબુ અને પૂર્વ કલેક્ટર એમ વી શેષાગીરી બાબુનો સમાવેશ થાય છે. ઉપરાંત 2017 માં તત્કાલીન અગ્ર સચિવ રહેલા નિવૃત્ત IAS અધિકારી મનમોહન સિંહને પણ આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

નેલ્લોર જિલ્લાના ખેડૂતની અરજી પણ સુનાવણી

હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બટ્ટુ દેવાનંદે નેલ્લોર જિલ્લાના ખેડૂત તલ્લપકા સવિત્રામા દ્વારા દાખલ કરાયેલી અરજી (PIL) પર આ આદેશ આપ્યો હતો. જેમાં અધિકારી રાવત સિંહને એક મહિનાની કેદની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે અન્યને બે સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત એક હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.

સવિત્રામાએ 2017 માં હાઇકોર્ટમાં  પિટિશન દાખલ કરી હતી

આપને જણાવવુ રહ્યુ કે, સવિત્રામાએ 2017 માં હાઇકોર્ટમાં એક રિટ પિટિશન (Petition) દાખલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેની ત્રણ એકર જમીન મહેસૂલ સત્તાવાળાઓ દ્વારા કબજે કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થને (National Institute Of Mental health) કોઈ નોટિસ કે વળતર ચૂકવ્યા વગર આ જમીન ફાળવવામાં આવી હતી.

હાઇકોર્ટમાં વર્ષ 2018 માં અવગણનાનો કેસ દાખલ કરવામાં આવ્યો 

અરજદારે જણાવ્યુ હતુ કે, ડિસેમ્બર 2016 માં મહેસૂલ અધિકારીઓએ તેમને જમીનનું વળતર આપવાનું વચન આપ્યું હતું અને આ અંગે લોકાયુક્તને પણ જાણ કરવામાં આવી હતી. ઉપરાંત હાઇકોર્ટમાં ફેબ્રુઆરી, 2017 ના રોજ અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સંબંધિત મહેસૂલ અધિકારીઓને ત્રણ મહિનાની અંદર વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. બાદમાં વર્ષ 2018 માં સવિત્રામાએ હાઇકોર્ટમાં અવગણનાનો કેસ દાખલ કર્યા હતો. જે અંતર્ગત જસ્ટિસ દેવાનંદ દ્વારા અધિકારીઓને કેદની સજા ફટકારવામાં આવી છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં વીજળીનું સંકટ, ગુજરાતના કાકરાપાર અણુમથકમાંથી 93 મેગાવોટ વીજળી ખરીદવાનો ફરી કરાર થયો

આ પણ વાંચો:  કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે કરશે 45 કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક, જાણો ક્યા વિષયો પર થશે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">