દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 બહાર ફાયરિંગથી હડકંપ, વિદ્યાર્થીઓએ જાતે જ સુરક્ષાનો મોરચો સંભાળ્યો

દિલ્લીના જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. જામિયા મીલીયા ઈસ્લામીયામાં મોડી રાત્રે અજાણ્યા લોકો ગોળીબાર કરી નાસી છૂટયા હતા. આ સાથે જ દિલ્લીમાં 4 દિવસમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓએ સુરક્ષાની જવાબદારી પોતાના જ માથે લઈ લીધી છે. #Delhi : An incident of firing was […]

દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5 બહાર ફાયરિંગથી હડકંપ, વિદ્યાર્થીઓએ જાતે જ સુરક્ષાનો મોરચો સંભાળ્યો
Kunjan Shukal

|

Feb 03, 2020 | 3:47 AM

દિલ્લીના જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગના કારણે ભયનો માહોલ ઉભો થયો છે. જામિયા મીલીયા ઈસ્લામીયામાં મોડી રાત્રે અજાણ્યા લોકો ગોળીબાર કરી નાસી છૂટયા હતા. આ સાથે જ દિલ્લીમાં 4 દિવસમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. જેને લઈ હવે વિદ્યાર્થીઓએ સુરક્ષાની જવાબદારી પોતાના જ માથે લઈ લીધી છે.

વિદ્યાર્થીઓ જામિયા કેમ્પસમાં આવતી-જતી દરેક કારની તલાશી લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ સલામતી અને સાવચેતીને લઈ આ પગલું ભર્યું છે. ફાયરિંગની ત્રીજી ઘટના જામિયા મીલીયા ઈસ્લામીયામાં ફરી ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ગોળીબાર જામિયાના ગેટ નંબર પાંચ પર થયો હતો. ફાયરિંગ દરમિયાન બે શંકાસ્પદ લોકો પણ જોવા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાત્રે ફાયરિંગની બાતમી મળતાં જ લોકો જામિયા મીલીયા ઈસ્લામીયાની બહાર એકઠા થવા લાગ્યા અને થોડીવારમાં વિરોધ શરૂ થયો હતો. ડીસીપીએ જણાવ્યું કે જામિયાનગરના SHOએ ઘટનાસ્થળનો હવાલો લીધો હતો. આ વિસ્તારમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. આ ફાયરીંગની ઘટના બાદ જામિયા કોઓર્ડિનેશન કમિટીએ જણાવ્યું હતું કે જામિયા મીલીયા ઈસ્લામીયાના ગેટ નંબર 5 ફાયરિંગ થયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફાયરિંગ બાદ બે શંકાસ્પદ લોકો પણ નાસી છૂટ્યા હતા. રિપોર્ટ અનુસાર એક શંકાસ્પદ વ્યક્તિએ લાલ જેકેટ પહેરેલું હતું અને લાલ રંગની સ્કૂટી ચલાવતો હતો. સ્કૂટીનો નંબર 1532 જણાઈ આવ્યો છે. જો કે ફાયરિંગની આ નવી ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. ફાયરિંગની ઘટના બાદ જામિયાના વિદ્યાર્થીઓ જામિયા નગર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati