Amul Peta Controversy : અમુલે પેટા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર

Amul Peta Controversy : અમુલ (Amul) અને પીપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ અનિમલ્સ (PETA) વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. અમુલ બ્રાન્ડ ડેરી ઉત્પાદન વેચનાર ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ઉપાધ્યક્ષ વાલમજી હુંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી પેટા પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે.

Amul Peta Controversy : અમુલે પેટા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
અમુલે પેટા વિરુદ્ધ ચાલી રહેલા વિવાદને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર
Follow Us:
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 06, 2021 | 1:21 PM

Amul Peta Controversy : અમુલ (Amul) અને પીપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. અમુલ બ્રાન્ડ ડેરી ઉત્પાદન વેચનાર ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના ઉપાધ્યક્ષ વાલમજી હુંબલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)  ને પત્ર લખી પેટા પર પ્રતિબંધ લગાવવાનો આગ્રહ કર્યો છે.

હુંબલે આરોપ લગાવ્યો કે, ખાનગી સંગઠન વિદેશી કંપનીઓ સાથે મળીને ડેરી ઉદ્યોગ (Dairy industry) ની છબી ખરાબ કરવાનું એક મોટું કાવતરું રચવામાં સામેલ છે. તેમણે એનજીઓ (NGO) ને ખોટી સુચના ફેલાવનારા અવસરવાદી ત્તત્વ કહ્યા છે. બંન્ને વચ્ચે હાલમાં જ અમૂલ (Amul) ની એક જાહેરાતને લઈ ટકરાવ શરુ થયો હતો.

FSSAI એ શરુઆતમાં નિર્ણય લેવા માટે એક-બે મહીનાનો સમય આપ્યો હતો, પરંતુ ડેરીએ અમુલ અને મોટા ડેરી ઉદ્યોગને પરેશાન કરી નાંખ્યા છે. આને ‘ખોટી માહિતીનો પ્રસાર’ કહી શકાય છે. જેને લડવા માટે ડેરી બ્રાન્ડે માર્ચમાં સોશિયલ મીડિયા (Social Media) પર દુધ અને છોડ આધરિત પદાર્થો વચ્ચેના તફાવત વિશે વાત કરતા જાહેરાત પ્રદર્શિત કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એકમાત્ર ડેરી ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં 8 લાખ કરોડ રુપિયાનું યોગદાન કરે છે. જેની તુલનામાં ભારતમાં શાકાહારી કે પછી છોડ આધારિત દૂધ ઉદ્યોગનું મુલ્ય અંદાજે 100 કરોડ રુપિયાથી વધુ નથી.

પેટા (PETA) ના સહાયક મેનેજર મીત આસરનું કહેવું છે કે, પેટા (PETA) ના નિવેદનને ખોટી નજરથી જોવામાં આવી રહ્યું છે. તે ભારતના ડેરી ઉદ્યોગ વિરુદ્ધ નથી. તે ભારતમાં પશુઓ વિરુદ્ધ ચાલી રહેલી ક્રુરતાને સમાપ્ત કરવા માંગે છે. અમુલના ઉપાધ્યક્ષનું કહેવું છે કે, પેટા બહુરાષ્ટ્રીય કંપનીઓને ઈશારા પર ભારતના ડેરી ઉદ્યોગ (Dairy Industry) નો નાશ કરવા માંગે છે. જેનાથી વિદેશી કંપનીઓ સિથેન્ટીક દૂધનો ભારતમાં કારોબાર વધારી શકે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Gujarat Milk Marketing Federation) નું ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વનું યોગદાન છે. તેમજ ગુજરાતના 40 લાખ પશુપાલક અમુલ સાથે જોડાયેલા છે. જો અમુલનું માળખું અને તેની કાર્યપદ્ધતિની સાથે છેડછાડ કરવામાં આવે છે. તો સીધું તેમનું નુકશાન ભારતના પશુપાલકોને થશે.

ડેરી ઉદ્યોગનો ભારતના ધરેલું ઉત્પાદનમાં મોટું યોગદાન છે અને પેટા (PETA) જેવી કંપનીઓના કાવતરા હેઠળ ભારતના આત્મનિર્ભર ડેરી ઉદ્યોગ (Dairy Industry) નો નાશ કરવા માંગે છે.

ગુજરાતના 15 લાખ પશુપાલકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને પત્ર લખી પેટા વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે તેમને ભારતમાં પ્રતિબંધિત કરવાની માંગ કરશે. સુમૂલ ડેરીના નિર્દેશક જયેશ પટેલનું કહેવું છે કે, અમેરિકામાં ગાયોની સૌથી વધુ કતલ કરવામાં આવે છે. પેટા (PETA) જેવી સંસ્થાઓ જ્યાં અવાજ ઉઠાવી શકતી નથી.

ભારતનો ડેરી ઉદ્યોગ (Dairy Industry) દેશના કરોડો લોકોને રોજગારી આપે છે સાથે પશુઓની દેખરેખની સાથે કરોડો લોકોનું પોષણ કરી છે. તેમને કુપોષિત થવાથી બચાવે છે. પેટા (PETA) ભારતમાં અમેરિકી સોયાબીનની બજાર તૈયાર કરવા માંગે છે. જેનાથી ભારતના કરોડો પશુપાલક બેરોજગાર થઈ જશે. સાથે સામાજીક અને આર્થિક માળખાનું તૂટી જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">