અમિતાભ બચ્ચનને અચાનક 24 કલાકમાં જયા સાથે લગ્ન કરવા પડ્યા હતા, જો ન કર્યા હોત તો….., Amitabh-Jaya Marriage Anniversary Special

ફિલ્મના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને આજે 46 વર્ષ પૂરા થયા છે. તેની યાદગારીમાં અભિષેક બચ્ચને ટવીટર પર એક ફોટો પણ શેર કર્યો છે. 3 જૂન 1973ના દિવસે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થયા હતા. પરંતુ મહાનાયકની આ જોડીના લગ્ન પાછળ એક કહાની પણ જાણીતી છે. કહાની સાંભળીને તમે પણ આશ્ચર્ય પામી […]

અમિતાભ બચ્ચનને અચાનક 24 કલાકમાં જયા સાથે લગ્ન કરવા પડ્યા હતા, જો ન કર્યા હોત તો....., Amitabh-Jaya Marriage Anniversary Special
TV9 Webdesk12

|

Jun 07, 2019 | 6:52 AM

ફિલ્મના મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને આજે 46 વર્ષ પૂરા થયા છે. તેની યાદગારીમાં અભિષેક બચ્ચને ટવીટર પર એક ફોટો પણ શેર કર્યો છે. 3 જૂન 1973ના દિવસે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્ન થયા હતા. પરંતુ મહાનાયકની આ જોડીના લગ્ન પાછળ એક કહાની પણ જાણીતી છે. કહાની સાંભળીને તમે પણ આશ્ચર્ય પામી જશો કે કોઈ આટલી ઉતાવળમાં લગ્ન કરી શકે છે.

આ પણ વાંચોઃ સંજય દત્તની માતા આજે રણબીર કપૂરના દાદી હોત… સંજય દત્તની માતા સાથે લગ્ન ન થતા કલાકો સુધી બાથરૂમમાં રડતા હતા રણબીર કપૂરના દાદા

અમિતાભ બચ્ચને ખુદ પોતાની આ કહાની પોતાના ચાહકોને સંભળાવી છે. અમિતાભ અને જયા બન્ને જંજીર ફિલ્મ સાથે કરી રહ્યા હતા. ત્યારે સમગ્ર ટીમે એવો નિર્ણય કર્યો કે જો આ ફિલ્મ સફળ થશે તો તેની ખૂશીમાં રજાના દિવસો લંડનમાં માણવામાં આવશે. અમિતાભે સમગ્ર વાતની જાણ તેમના પિતાને કરી હતી. ત્યારે હરીવંશરાય બચ્ચને અમિતભાને પૂછ્યું કે સાથે કોણ-કોણ જઈ રહ્યું છે. તો જવાબમાં અમિતાભે કહ્યું કે જયા પણ સાથે આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આટલી વાત પર હરીવંશરાય બચ્ચને અમિતાભ સાથે એક શરત રાખી કે, જયા સાથે લગ્ન વગર અમિતાભને લંડન નહીં જવા દે, પિતાની આ શરતને સાંભળી અમિતાભે લગ્ન માટે હા પાડી અને બીજા દિવસે તમામ તૈયારીઓ સાથે લગ્ન કરી લીધા હતા. અને જે બાદ બંને લોકો લંડન ગયા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati