આસામમાં AMIT SHAHનો હુંકાર, “મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે”

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ રેલીને સંબોધતા મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

આસામમાં AMIT SHAHનો હુંકાર, મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે
AMIT SHAH
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 4:46 PM

પૂર્વોત્તર રાજ્ય આસામમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને આસામમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન AMIT SHAHએ રવિવારે આસામમાં કોકરાઝારમાં ભાજપાની વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી. આ સંબોધનમાં તેમણે કહ્યું જે બોડો શાંતિ કરાર સાથે વડાપ્રધાન મોદી (PM NARENDRA MODI)એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઉત્તર પૂર્વમાં જ્યાં જ્યાં અશાંતિ છે ત્યાં વાતચીત કરીને શાંતિનો માર્ગ પ્રશસ્ત કરો. કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહપ્રધાન શાહે કહ્યું કે, આસામમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ થયો છે તે પાછલા 70 વર્ષોમાં નથી થયો. આ સાથે જ તેમણે કહ્યું કે મોદી સરકાર જ ભષ્ટ્રાચાર, ઘુસણખોરી અને આતંકવાદ મુક્ત રાજ્ય બનાવી શકે છે.

ગૃહપ્રધાન અમિત શાહના સંબોધનની મુખ્ય 10 વાતો

1) બોડો ભાષાને સમ્માન આપવાનું અમે વચન આપ્યું છે. આસામમાં સરકારે બોડોને રાજ્યની સહ-રાજભાષા તરીકે સ્થાન આપીને આસામના નાગરિકોની વર્ષો જૂની માંગ પૂર્ણ કરી છે. બોડો માધ્યમની સ્કુલ ખોલવા માટે અલગથી નિયામક સ્થાપવામાં આવી ચુક્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2) બોડો જનજાતિના દરેક અધિકારને, સંસ્કૃતિને, બોડો ભાષાને પણ અમે સુરક્ષિત રાખીશું, આનું સંવર્ધન પણ કરીશું અને આગળ પણ વધારીશું.

3) ભષ્ટ્રાચાર, ઘુસણખોરી, આતંકવાદ અને પ્રદુષણ મુક્ત આસામ બનાવવું હોય તો મોદીજીના નેતૃત્વમાં ભાજપા સરકાર જ આ કામ કરી શકે છે. આવનારી ચૂંટણીમાં આસામમાં પૂર્ણ બહુમતથી NDAની સરકાર બનાવીશું અને બોડોલેન્ડના વિકાસને સુનિશ્ચિત કરીશું.

4)કોંગ્રેસ પાર્ટીએ વર્ષો સુધી આસામને રક્તરંજીત કર્યું છે, જુદા જુદા આંદોલનો કરાવ્યા છે. આસામમાં છેલ્લા 5 વર્ષમાં જે વિકાસ થયો છે, તે પાછલા 70 વર્ષોમાં નથી થયો. આસામી અને બીનઆસામી, બોડો અને બીનબોડોમાં ભેદભાવ કરનારાને ઓળખો. રાજકીય રોટલા શેકવા માટે આવી વાતો કરવામાં આવે છે. મને ઘોષણા કરતા આનંદ થાય છે કે 500 કરોડ રૂપિયા માત્ર બોડો પ્રદેશના રોડ નેટવર્ક માટે જ ફાળવવામાં આવ્યાં છે. સમગ્ર બોડો પ્રદેશને વિકાસના માર્ગે લાવીશું.

5) જે કોંગ્રેસ પાર્ટી પોતાના શાસન દરમિયાન આસમમાં શાંતિ અને વિકાસ ન લાવી શકી, એ આજે અમને સલાહ આપી રહી છે. આસામ અને બોડોપ્રદેશ વર્ષો સુધી રક્તરંજિત રહ્યું, કોંગ્રેસે શું કર્યું? જે કર્યું એ અમે કર્યું.

6) બોડો શાંતિ કરાર બાદ બ્રુ-રીયાંગ કરાર પર સમજુતી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા, જે અંતર્ગત 8 અલગ-અલગ ઉગ્રવાદી-હત્યારા સમૂહોએ હથિયારો છોડી શાંતિનો રસ્તો પસંદ કર્યો. આ તમામ પ્રક્રિયાઓ આસામને વિકાસના માર્ગે લઈ જનારી છે.

7) આ ક્ષેત્રમાં અનેક વાર આવ્યો છું અને અનેક રેલીઓ પણ કરી છે, પણ જ્યાં બોડો અને બીનબોડો એક સાથે હાજર હોય એવી આ પ્રથમ રેલી છે. માટે આ રેલી મહત્વપૂર્ણ છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યાને કારણે આસામમાં 5000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મોદીજીના દૃઢ નિશ્ચય અને પ્રમોદજીના સંકલ્પને કારણે આસામમાં આ સમસ્યાનું નિવારણ આવ્યું છે અને શાંતિ સ્થપાઈ છે. આવનારા અનેક વર્ષો સુધી આપણું ક્ષેત્ર બોડોલેન્ડ વિકાસના માર્ગે આગળ વધતું રહેશે.

8) આજથી બરાબર એક વર્ષ પહેલા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં બોળો શાંતિ કરાર થયા અને બોડો શાંતિ કરારની સાથે જ વડાપ્રધાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ઉત્તર પૂર્વમાં જ્યાં જ્યાં અશાંતિ છે ત્યાં વાતચીત કરીને શાંતિનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવે.

9) મને જણાવતા આનંદ થાય છે કે મોદીજીની આગેવાનીમાં જે BTR શાંતિ કરાર થયો છે, એને એક વર્ષ પૂર્ણ થયું છે.

10) આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં બહુ રેલીઓ કરી છે, પણ આજની આ રેલીને સંબોધતા મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">