Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા, પ્રભાવિત જિલ્લાની કરશે સમીક્ષા

Home Minister Amit Shah to meet 10 CMs: નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ, પુલો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રોના નિર્માણ જેવા પ્રજા કલ્યાણલક્ષી ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરે તેવી શક્યતા છે

Amit Shah Meeting: 10 રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહની આજે બેઠક, નક્સલવાદ પર થશે ચર્ચા, પ્રભાવિત જિલ્લાની કરશે સમીક્ષા
Home Minister Amit Shah to meet 10 CMs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:38 AM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ની અધ્યક્ષતામાં 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ડાબેરી ઉગ્રવાદ પર બેઠક યોજાનાર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 2014 બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ની સરકાર સત્તામાં આવ્યા બાદથી માઓવાદીઓ સંબંધિત ઘટનાઓમાં 47 ટકાનો ઘટાડો થયો છે.

હકીકતમાં, ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષ પહેલા નક્સલ (Naxal) પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 100થી ઘટાડીને 70ને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. બિહાર, ઓડિશા અને ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.

શાહ નક્સલી વિસ્તારોમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અધિકારીઓએ માહિતી આપી કે તમામ મુખ્યમંત્રીઓ આ બેઠકમાં શારીરિક રીતે ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે છત્તીસગગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કેરળના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં ગૃહમંત્રી 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિ અને મુખ્યમંત્રીઓ સાથે માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શાહ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રસ્તાઓ, પુલો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રોના નિર્માણ જેવા ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં માઓવાદી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવે લગભગ 45 જિલ્લાઓમાં આ સમસ્યા પ્રવર્તે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thakre ) પણ રવિવારે બેઠકમાં હાજરી આપશે.

દેશના કુલ 90 જિલ્લાઓમાં માઓવાદીઓ પ્રભાવિત લોકોની નજર એ હકીકત પર સ્થિર છે કે જેમ છેલ્લી વખત ઉદ્ધવ ઠાકરે તેમના પ્રતિનિધિમંડળ સાથે દિલ્હી ગયા હતા, ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ વન ટુ વન બેઠક કરી હતી, શું આ વખતે પણ અમિત શાહ સાથે એકાંતમાં કોઈ મુકાલત થશે ? અને જો કોઈ બેઠક હશે તો શું ભાજપ અને શિવસેના વચ્ચે અંતર કાપવાનો કોઈ રસ્તો હશે? આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર લોકોની નજર સ્થિર છે.

જો કે, દેશના કુલ 90 જિલ્લાઓ માઓવાદી પ્રભાવિત માનવામાં આવે છે અને મંત્રાલયની સુરક્ષા સંબંધિત ખર્ચ યોજના હેઠળ આવે છે. નક્સલવાદી હિંસાને લેફ્ટ વિંગ ઉગ્રવાદ પણ કહેવાય છે. 2019 માં 61 જિલ્લાઓમાંથી નક્સલવાદી હિંસાના અહેવાલો આવ્યા હતા, જ્યારે 2020 માં આ સંખ્યા ઘટીને 45 થઈ ગઈ હતી.

માહિતી અનુસાર, 2015 થી 2020 દરમિયાન નકસલ પ્રભાવિત વિસ્તારોમાં 380 સુરક્ષા કર્મચારીઓ, 1,000 નાગરિકો અને 900 નક્સલવાદીઓ વિવિધ ઘટનાઓમાં માર્યા ગયા હતા. આ સમયગાળા દરમિયાન લગભગ 4,200 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: નોકરિયાતો માટે અગત્યના સમાચાર : Increment અથવા Arrears મળવાથી પગારમાં વધારો થયો હોય તો ITR ફાઈલ કરતાં પહેલા કરો કામ નહીંતર ભરવો પડશે ટેક્સ

આ પણ વાંચો: Mann Ki Baat: આજે PM મોદી 81મી વાર કરશે મન કી બાત, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">