અમિત શાહે 20 વર્ષ પછી આપ્યો જવાબ, કેમ બનાવી હતી SIT

SITની રચના સમયે કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ હતી. તીસ્તા સેતલવાડની સંસ્થાને કેન્દ્રની યુપીએ સરકારે બહુ મદદ કરી હતી. આ મદદ કરવાનો હેતુ માત્રને માત્ર નરેન્દ્ર મોદીની છબી ખરડવાનો હોવાનું અમિત શાહે જણાવ્યુ હતું.

અમિત શાહે 20 વર્ષ પછી આપ્યો જવાબ, કેમ બનાવી હતી SIT
Union Home Minister Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 1:34 PM

ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલ રમખાણ (Gujarat Riot) અંગે ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લગાવેલા આક્ષેપોને સુપ્રીમ કોર્ટે ફગાવી દિધા છે. આ ચૂકાદા અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમાચાર એજન્સી ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ SIT (Special Investigation Team- SIT ) સમક્ષ હાજર થઈને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અમિત શાહે ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપૂર્વક કહ્યુ હતુ કે, રમખાણો અંગે SITની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી. સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને (NGO) સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે SITમાં અધિકારીઓની નિયુક્તિ કરી હતી. SITમાં જે અધિકારીઓ હતા તે કોઈ ભાજપ શાસિત રાજ્યોના નહોતા, કેન્દ્ર સરકારના હતા. અમે SITની રચનાને આવકાર આપ્યો હતો.

SIT પ્રભાવમાં નહોતી આવી ?

સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને સાંભળ્યા બાદ, રચાયેલ SIT કોઈ દબાવમાં (Influence) આવી હતી કે નહી ? તેવા પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યુ હતું કે, SIT સહેજ પણ પ્રભાવમાં આવી નહોતી. SIT ની તમામ કામગીરી ઉપર સુપ્રીમ કોર્ટ દેખરેખ રાખતી હતી. મોંધામાં મોંધા વકિલ સામાજીક સ્વૈચ્છીક સંસ્થા તરફથી આવતા હતા. અમારી તરફથી તો માત્ર કાયદા અધિકારીઓ જ હાજર થતા હતા. કાયદા અધિકારીઓને ચૂકવવામાં આવતી ફિ ચોક્કસપણે નિર્ધારિત કરાયેલ હોય છે. તેનાથી વધુ ફિ ચૂકવી શકાતી નથી. રમખાણો અંગે SITની રચના સુપ્રીમ કોર્ટે કરી હતી. સામાજીક સ્વૈચ્છીક સંસ્થાને (NGO – Non governmental organization) સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે SITમાં અધિકારીઓની નિયુક્તિ કરી હતી. SITમાં જે અધિકારીઓ હતા તે કોઈ ભાજપ શાસિત રાજ્યોના નહોતા, કેન્દ્ર સરકારના હતા. અમે SITની રચનાને આવકાર આપ્યો હતો.

ભોગ બનનારનુ સોગંદનામુ સામાજીક સ્વૈચ્છીક સંસ્થાએ કર્યુ હતુ

અમિત શાહે એમ પણ કહ્યુ હતું કે, રમખાણનો ભોગ બનનારનું સોગંદનામુ તેમણે પોતે કરવાનું હોય છે. પણ કેટલાક ભોગ બનનારનું સોગંદનામુ તો તેમના બદલે, સામાજીક સ્વૈચ્છીક સંસ્થાએ કર્યુ હતું. ભોગ બનનારાઓને તો કોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામા અંગે ખબર પણ નહોતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મોદીની છબી ખરડવા માટે UPA સરકારે, તીસ્તા સેતલવાડની સંસ્થાને કરી હતી મદદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ANI ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, SITની રચના સમયે કેન્દ્રમાં સરકાર બદલાઈ ગઈ હતી. તીસ્તા સેતલવાડની સંસ્થાને કેન્દ્રની યુપીએ સરકારે બહુ મદદ કરી હતી. આ મદદ કરવાનો હેતુ માત્રને માત્ર નરેન્દ્ર મોદીની છબી ખરડવાના હેતુથી કરાઈ હોવાનું જણાવ્યુ હતું. રમખાણોમાં મોદી સંડોવાયેલા હોવાનું સાબિત કરવા માટે મદદ કરવામાં આવી હતી. પરંતુ સાચને ક્યારેય આંચ આવતી નથી તે સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી સાબિત થઈ ગયુ છે. નરેન્દ્ર મોદીએ નીલકંઠની માફક વેદનારુપી ઝેરને હજમ કરતા લડ્યા અને ચમકતા સૂર્યની માફક સત્ય બહાર આવ્યુ છે. નરેન્દ્ર મોદી જીતીને બહાર આવ્યા છે.

જુઓ વીડિયો, SIT બાબતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુ કહ્યું ?

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">