Jammu Kashmirમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે ગૃહ મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, અમિત શાહે ઘાટીની સ્થિતિની સમીક્ષા કરી

હવે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ(Target Killing)ને કારણે બગડતી પરિસ્થિતિને સંભાળવા માટે ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. તેમણે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

Jammu Kashmirમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે ગૃહ મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, અમિત શાહે ઘાટીની સ્થિતિની સમીક્ષા કરી
Jammu Kashmirમાં ટાર્ગેટ કિલિંગ મુદ્દે ગૃહ મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક પૂર્ણImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 7:04 PM

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં કાશ્મીરી પંડિતો અને બિન-મુસ્લિમ લોકો પર થઈ રહેલા હુમલાથી કેન્દ્ર સરકાર ચિંતિત છે. ટાર્ગેટ કિલિંગ (Target Killing)ના કારણે બગડતી પરિસ્થિતિને સંભાળવા માટે ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિને લઈને આજે દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહે (Home Minister Amit Shah) ઘાટીની સ્થિતિની સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને ભારતીય ગુપ્તચર એજન્સી RAWના ચીફ અમિત શાહને મળવા નોર્થ બ્લોક પહોંચ્યા હતા. તેમના સિવાય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ પણ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અમિત શાહની પ્રથમ રાઉન્ડની બેઠક બાદ ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી, જેમાં આર્મી ચીફ પણ સામેલ થયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ટાર્ગેટ કિલિંગ (Target Killing)ને લઈને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓ દ્વારા એક હિન્દુ બેંક કર્મચારીની હત્યાના કલાકો પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક બેઠક બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી.

ગયા મહિને ટાર્ગેટ કિલિંગના આઠ કેસ નોંધાયા

કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં મે મહિનાથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ સામે આવી રહી છે. તેમણે કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે, જ્યાં ગુરુવારે સવારે રાજસ્થાનના એક સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી છે. આ ત્રીજો કિસ્સો છે, જ્યારે તાજેતરમાં આતંકવાદીઓ દ્વારા બિન-મુસ્લિમ સરકારી કર્મચારીની હત્યા કરવામાં આવી હોય. જણાવી દઈએ કે 1 મેથી કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગના 8 કેસ નોંધાયા છે. જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લાના એક શિક્ષકની મંગળવારે કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કાશ્મીરી પંડિતો સતત વિરોધ કરી રહ્યા છે

18 મેના રોજ આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક દારૂની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં જમ્મુના રહેવાસીનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ખીણમાં પોલીસ કર્મચારી સૈફુલ્લાહ કાદરીને 24 મેના રોજ શ્રીનગરમાં તેમના નિવાસસ્થાનની સામે આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ટીવી અભિનેતા અમરીન ભટની બે દિવસ પછી બડગામમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

વર્ષ 2012માં વડાપ્રધાનના પેકેજ હેઠળ કામ કરતા કાશ્મીરી પંડિતો સતત પ્રદર્શન કરી રહ્યા છે અને રાહુલ ભટની હત્યા બાદ પલાયન થઈ જવાની ધમકી આપી રહ્યા છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરામાં તેમની ઓફિસમાં ઘૂસીને 12 મેના રોજ રાહુલ ભટની આતંકીઓએ હત્યા કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">