VIDEO: દેશભરમાં આજે નીટની પરીક્ષા યોજાશે, 15.97 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન
કોરોનાના કપરા કાળ વચ્ચે આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે મહત્વની નીટની પરીક્ષા યોજાશે. નીટની પરીક્ષા માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે તેવો અંદાજ છે. કોરોના સંકટને પગલે નીટની પરીક્ષા બે વાર ટળી છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે નીટના પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ 2546થી વધારીને 3848 કરી […]
કોરોનાના કપરા કાળ વચ્ચે આજે દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે મહત્વની નીટની પરીક્ષા યોજાશે. નીટની પરીક્ષા માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસે તેવો અંદાજ છે. કોરોના સંકટને પગલે નીટની પરીક્ષા બે વાર ટળી છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે માટે નીટના પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ 2546થી વધારીને 3848 કરી દેવામાં આવી છે. દેશભરના દરેક પરીક્ષા ખંડમાં 24ને બદલે 12 વિદ્યાર્થી જ બેસશે. પરીક્ષા રૂમમાં પ્રવેશ પહેલા પરીક્ષાર્થીને થ્રી લેયરવાળું માસ્ક આપવામાં આવશે અને સેનેટાઈઝરની સુવિધા પણ રખાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો