Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા દરમિયાન ખીણને સ્વચ્છ બનાવવા પર વિશેષ ભાર, સફાઈમાં લાગી સંસ્થા

Amarnath Yatra : આ યોજનાનો ધ્યેય પર્વતો અને નદીઓને પ્રદૂષણથી મુક્ત રાખવાનો છે. દર વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન 500 ટન કચરો પેદા થયો છે. આ વખતે અંદાજે 800 ટન કચરો પેદા થવાનો અંદાજ છે.

Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા દરમિયાન ખીણને સ્વચ્છ બનાવવા પર વિશેષ ભાર, સફાઈમાં લાગી સંસ્થા
Amarnath Yatra 2022 becomes the first pilgrimage to be a zero-waste yatra અમરનાથ યાત્રા દરમિયાન ખીણને સ્વચ્છ બનાવવા પર વિશેષ ભાર, સફાઈમાં લાગી સંસ્થાImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:15 PM

Amarnath Yatra 2022: અમરનાથ યાત્રા ( Amarnath Yatra)ને લઈ પહેલાથી જ સતર્ક પ્રશાસને અમરનાથ શ્રાઈન બોર્ડ(Amarnath Shrine Board) ની સાથે મળીને એક પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. આ પહેલા અમરનાથ યાત્રાને ઝીરો વેસ્ટ બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પ્રશાસને ( Jammu and Kashmir Administration) પહેલા દિવસે જ આ કામ શરુ કરી દીધું છે, ઝીરો વેસ્ટનું આ અભિયાન સ્વચ્છ તીર્થ યાત્રા(Clean pilgrimage)નું નામ આપ્યું છે, આ કામમાં સહયોગી સ્વાહાના કો-ફાઉન્ડર સમીર શર્માએ કહ્યું કે, કોઈપણ પ્રકારનો કચરો લેન્ડફિલમાં જવા દેવામાં આવશે નહિ, કચરાને એકઠો કરવામાં અમારા સ્વયંસેવકો સતત કામ કરી રહ્યા છે.

સ્વચ્છ તીર્થ યાત્રાના નામથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા આ વર્ષે અમરનાથ યાત્રાને ઝીરો વેસ્ટ બનાવવા માટે પ્રથમ દિવસથી જ કામ શરુ કરવામાં આવ્યું છે, જેને લઈ જમ્મુ-કાશ્મીરના રુરલ ડેવલપમેન્ટ વિભાગે કચરા મુક્ત તીર્થયાત્રાને આ વખતે અભિયાન બનાવ્યું છે, સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ તીર્થ યાત્રાનું કામ ઝડપથી શરુ કરવામાં આવ્યું છે, યાત્રિકોને પ્લાસ્ટિક અને પોલિથીન લઈ જવા માટે રોકવામાં આવી રહ્યા છે. આ સિવાય યાત્રાના રસ્તામાં કચરો સાફ કરવા અને પ્લાસ્ટિકને દુર કરવા માટે મશીનરી મુકવામાં આવી છે, યાત્રાના રસ્તાથી માત્ર 3 કલાકમાં સમગ્ર કચરો એકઠો કરી તેને રિસાઈકલ કરવામાં આવી રહ્યો છે,પર્વતો, વનસ્પતિ અને હિમનદીઓને પણ આ અભિયાનથી બચાવવામાં આવશે.

પહાડ અને નદીઓને પ્રદુષણ મુક્ત રાખવાનો લક્ષ્ય

સ્વચ્છ તીર્થ યાત્રાના આ કાર્યમાં સહયોગી સ્ટાર્ટઅપમાં સ્વાહાના સ્વયંસેવકો લાગેલા છે, આ યોજનાનો લક્ષ્ય પહાડો અને નદીઓ તેમજ ગ્લેશિયરને મુક્ત રાખવાનો છે, દર વર્ષે અમરનાથ યાત્રામાં 500 ટન કચરો કાઢવામાં આવે છે, આ વખતે અંદાજે 800 ટન કચરાનો બહાર કાઢવામાં આવ્યો છે,

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

જૈવિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવશે

સ્વાહા સંસ્થાના કો-ફાઉન્ડરે કહ્યું કે, કચરાને એકત્ર કરવા માટે રિસાઈકલ કરવામાં આવશે. કચરામાંથી બનાવેલ ખાતર ખેડૂતો અને નગર પાલિકાને ઉપયોગી થશે. આ માટે સ્થળ પર જ સેગ્રિગેશન (પ્લાસ્ટિકને અલગ કરીને ઓર્ગેનિક કચરો અલગ કરવામાં આવે છે) અને પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરવામાં આવ્યું છે. મળેલી જાણકારી અનુસાર આ ખાતર બનાવામાં 8 દિવસનો સમય લાગે છે અને આવનારા દિવસોમાં જૈવિક ખાતરથી બેનલા પેકેટ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. જેનાથી વધુ સ્વાહાા સંસ્થા લંગરોમાંથી નીકળેલાતેઓ બાયોડિગ્રેડેબલ કચરાને ખાતરમાં રૂપાંતરિત કરવાના કામમાં પણ રોકાયેલા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">