Amarnath Yatra 2021: શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક થઈ બાબા બર્ફાની ગુફાની પૂજા, સામે આવી પ્રથમ તસવીર

શ્રી અમરનાથ યાત્રા (Shri Amarnath ji Yratra) માટે ગુરૂવારે જયેષ્ઠ પૂર્ણિમાનાં પવિત્ર દિવસ પર ગુફામાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રથમ પૂજા કરવામાં આવી

Amarnath Yatra 2021: શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક થઈ બાબા બર્ફાની ગુફાની પૂજા, સામે આવી પ્રથમ તસવીર
Amarnath Yatra 2021: Worshiping Baba Barfani Cave with Faith and Devotion, First Picture
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 7:13 PM

Amarnath Yatra 2021: કોરોના વાયરસને લઈને ભલે આ વર્ષે પણ બાબા બર્ફાનીની યાત્રા અમરનાથ યાત્રા 2021(Amarnath Yatra 2021) રદ કરી દેવામાં આવી હોય પરંતુ બાબા માટે કરવામાં આવતી પૂજા અને દાખવવામાં આવતા ભાવમાં કોઈ ઉણપ નથી રહી. બાબાની પૂજા અને આધ્યાત્મિક મૂલ્યો સાથે તેમની પૂજા પણ કરાતી રહેશે.

શ્રી અમરનાથ યાત્રા (Shri Amarnath ji Yratra) માટે ગુરૂવારે જયેષ્ઠ પૂર્ણિમાનાં પવિત્ર દિવસ પર ગુફામાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રથમ પૂજા કરવામાં આવી. અમરનાથ યાત્રાની પહેલી પૂજા અમરનાથ શ્રાઈન બોર્ડનાં મુખ્ય કાર્યકારી અધિકારી(CEO) નીતિશ્વર કુમાર દ્વારા કરવામાં આવી. તેમની સાથે બોર્ડનાં અન્ય અધિકારીઓ પણ જોડાયા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીને લઈને આ વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરી નાખવામાં આવી છે. જો કે હંમેશાની જેમ યાત્રાની પરંપરાનાં આધારે પૂજા અર્ચન તેમજ આધ્યાત્મિક ગતિવિધિ સાંકેતિક રીતે કરવામાં આવશે. પૂજામાં ઉપસ્થિત તમામ લોકોએ ભોલેનાથ પાસે દુનિયાભરમાં માનવતા મહેકાવવા અને કોરોના વાયરસને હવે ખતમ કરી દેવાની પ્રાર્થના કરી હતી.

શ્રદ્ધાળુ ઓનલાઈન જ સવારે અને સાંજે આરતીમાં ભાગ લઈ શકશે

રાજ્યપાલ તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે કે ભક્તોને ઓનલાઈન થઈને સવારે અને સાંજે આરતીમાં ભાગ લેવાનો મોકો મળી શકશે. આ પ્રકારે કરવાથી યાત્રા પરનું જોખમ પણ ઘટાડી શકાશે અને સાથે સાથે શાંતિ પૂર્વક દર્શન પણ કરી શકાશે. ગુફામાંથી આરતીનાં પ્રસારણ માટે વર્ચ્યુઅલ અને ટેલીવિઝનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઉપરાજ્યપાલે જણાવ્યું કે લોકોનાં જીવનને બચાવવું એ અગત્ય છે. બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે એટલા માટે જ આ વર્ષે યાત્રા યોજવામાં આવી નથી. અમરનાથ શ્રાઈન બોર્ડ લાખો ભક્તોની શ્રદ્ધા અને ભાવનાને સમજે છે અને તેને માન પણ આપે છે. સવારે અને સાંજે આરતીનું પ્રસારણ એટલે જ જારી રાખવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">