અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની હરકરતના કારણે અમરનાથ યાત્રા પર અસર પડી રહી છે. અલગાવવાદીઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. જેથી એક દિવસ માટે યાત્રાને વિરામ આપી દેવાયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓનો જથ્થો આગળ વધી શક્યો નથી. યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુને આજે જમ્મુ કાશ્મીર જવાની મનાઈ ફરમાવી હતી. અલગાવવાદીઓના બંધના કારણે સુરક્ષા દળો પણ એલર્ટ પર છે. ઘાટીમાં […]

TV9 Webdesk12

|

Jul 13, 2019 | 2:03 PM

જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓની હરકરતના કારણે અમરનાથ યાત્રા પર અસર પડી રહી છે. અલગાવવાદીઓ દ્વારા બંધનું એલાન કરાયું છે. જેથી એક દિવસ માટે યાત્રાને વિરામ આપી દેવાયો છે. જેને લઈને શ્રદ્ધાળુઓનો જથ્થો આગળ વધી શક્યો નથી. યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુને આજે જમ્મુ કાશ્મીર જવાની મનાઈ ફરમાવી હતી. અલગાવવાદીઓના બંધના કારણે સુરક્ષા દળો પણ એલર્ટ પર છે. ઘાટીમાં સુરક્ષાને પણ વધારી દેવાઈ છે. અલગાવવાદીઓનું સંયુક્ત સંગઠન જોઈન્ટ રજિસ્ટેંસ લીડરશીપે બંધનું એલાન કર્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

8 જુલાઈએ પણ યાત્રા રોકી હતી

આ પહેલા 8 જુલાઈના દિવસે હિજબુલ કમાન્ડર આતંકી બુરહાન વાનીની વરસીને લઈ અલગાવવાદીઓ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને લઈને પણ યાત્રીકોના જથ્થાને રોકી દેવાયો હતો. 8 જુલાઈ 2016ના દિવસે અનંતનાગ જિલ્લામાં બે અન્ય આતંકી સાથે ઠાર મરાયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરનાથ યાત્રા પર રાજનીતિ

અમરનાથ યાત્રા પર રાજનીતિ થતી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. PDP અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કહ્યું કે, અમરનાથ યાત્રાને લઈ ઉભી કરાતી સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરના લોકોના હક વિરુદ્ધની છે. લોકોને દર વર્ષે મુશ્કેલી ઉઠાવી પડી રહી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

1.44 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા

અમરનાથ યાત્રા માટે શુક્રવારના રોજ જમ્મુથી 5,395 શ્રદ્ધાળુનો એક જથ્થો રવાના થયો છે. આ વર્ષ 1 જુલાઈથી યાત્રાની શરૂઆત થઈ હતી અને 12 જુલાઈ સુધી 1.44 લાખથી વધારે ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

ભક્તોની આસ્થા મુજબ અમરનાથ ગુફામાં બરફની વિશાળ શિવલિંગ બને છે. જે ભગવાન શિવની શક્તિઓની પ્રતિક છે. ભક્તોને પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે 14 કિમીનો લંબે બાલટાલ રસ્તા પરથી અથવા 45 કિમી લાંબા રસ્તા દ્વારા પસાર થવું પડે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati