એક FASTag, અનેક ફાયદા: પેટ્રોલ-ડીઝલ-CNG ભરાવવા સાથે પાર્કિંગમાં પણ લાગશે કામ

કેન્દ્ર સરકાર વાહનોમાં ફાસ્ટેગના (fastag) વિવિધલક્ષી ઉપયોગ તરફ કામ કરી રહી છે. તકનીકી અડચણો દૂર કર્યા બાદ, કરોડો ડ્રાઈવરો ફાસ્ટેગની મદદથી પેટ્રોલ-ડીઝલ-સીએનજી ભરાવી શકાશે.

  • tv9 webdesk37
  • Published On - 16:24 PM, 3 Mar 2021
એક FASTag, અનેક ફાયદા: પેટ્રોલ-ડીઝલ-CNG ભરાવવા સાથે પાર્કિંગમાં પણ લાગશે કામ

કેન્દ્ર સરકાર વાહનોમાં ફાસ્ટેગના (fastag) વિવિધલક્ષી ઉપયોગ તરફ કામ કરી રહી છે. તકનીકી અડચણો દૂર કર્યા બાદ, કરોડો ડ્રાઈવરો ફાસ્ટેગની મદદથી પેટ્રોલ-ડીઝલ-સીએનજી ભરાવી શકાશે. પરંતુ આનો ઉપયોગ પાર્કિંગની સુવિધા માટે પણ થશે. કોરોના સમયગાળામાં પણ ફાસ્ટેગની સહાયથી બે મીટર અંતરનું પાલન કરી શકાશે.

 

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગયા વર્ષે ટોલ ટેક્સ વસૂલવામાં અને બે મીટર અંતરમાં ફાસ્ટેગ અસરકારક સાબિત થયું છે. આના કારણે ટોલ પ્લાઝા પર કામદારો અને ડ્રાઈવરોના સંપર્ક વગર ટેક્સ લેવો સરળ બન્યો છે. ફાસ્ટેગને 15 ફેબ્રુઆરીથી તમામ ટોલ પ્લાઝામાં ફરજિયાત બનાવી દીધું છે. તેમને કહ્યું કે ફાસ્ટેગનો ઉપયોગ પાર્કિંગની ચૂકવણી માટે પણ કરવામાં આવશે. આ અંતર્ગત હૈદરાબાદ, બેંગ્લોર એરપોર્ટમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તેની સફળતા બાદ આગામી તબક્કામાં દિલ્હી એરપોર્ટ પર ફાસ્ટેગથી પાર્કિંગ ફી ભરવાની સુવિધા શરૂ કરવામાં આવશે.

 

અધિકારીએ જણાવ્યું કે દિલ્હીના કનોટ પ્લેસમાં પણ આ યોજના શરુ કરવામાં આવશે. આ બાદ મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ સહિત દેશના અન્ય શહેરોમાં આનો વિસ્તાર કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે ફાસ્ટેગથી પેટ્રોલ-ડીઝલ ભરાવવાની સુવિધા પણ શરુ થશે. વાહન પર લાગેલા વિંડ સ્કિન પર લાગેલા સરકારના ફાસ્ટેગમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફીકેશન ટેકનીક છે. જેના થકી દરેક ચૂકવણી થઈ શકશે. આ સિવાય માર્ગો પર લાગેલા રીડર વાહનથી કલાકોના હિસાબે ફી લેવામાં આવશે. ચુકવણી થયા બાદ યુઝરના ફોનમાં તેનો એસએમએસ આવી જાય છે.

 

રાહ જોવી નહીં પડે

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના અધિકારીએ કહ્યું કે દેશભરમાં 770 ટોલ પ્લાઝા છે, જેમાં 80 ટકા પ્લાઝા પર વાહન વગર રોકાય ટેક્સ ભરે છે. એટલે કે વેઈટિંગ ટાઈમ ઝીરો છે. જ્યારે અન્ય પ્લાઝા પર 150 સેકન્ડમાં ટેક્સની ચૂકવણી થશે.

 

આ પણ વાંચો: Gujarat Budget 2021-22 : ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (GIFT) સિટી માટે 100 કરોડની જોગવાઇ, રોજગારીનો તકો વધશે