Google Pay પર લોકોના આધાર અને બેંક ડેટા ગેરકાયદે એકત્ર કરવાનો આરોપ, જાહેર હિતની અરજી
દિલ્હી હાઇકોર્ટમા એક જાહેરહિતની અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે Google Pay દ્વારા કથિત સરકારી નિયમોનો ભંગ કરવામા આવે છે. જેમાં અનેક નિયમોનો ભંગ કરીને ગ્રાહકોના આધાર અને બેંક સાથે જોડાયેલી માહિતી માંગવામા આવે છે. જે માહિતી કંપની પોતાની પાસે રાખે છે. આ અરજીની સુનવણી દરમ્યાન ગુરુવારે ન્યાયાધીશ વિભુ બાખરું અને ન્યાયાધીશ પ્રતિક જાલાનની ખંડપીઠે […]
દિલ્હી હાઇકોર્ટમા એક જાહેરહિતની અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે Google Pay દ્વારા કથિત સરકારી નિયમોનો ભંગ કરવામા આવે છે. જેમાં અનેક નિયમોનો ભંગ કરીને ગ્રાહકોના આધાર અને બેંક સાથે જોડાયેલી માહિતી માંગવામા આવે છે. જે માહિતી કંપની પોતાની પાસે રાખે છે.
આ અરજીની સુનવણી દરમ્યાન ગુરુવારે ન્યાયાધીશ વિભુ બાખરું અને ન્યાયાધીશ પ્રતિક જાલાનની ખંડપીઠે તેને સ્વીકારી છે. આ જાહેરહિતની અરજી અભિજીત મિશ્રા નામના વ્યક્તિએ કરી છે. તેમણે આ પૂર્વે પણ જી- પે વિરુદ્ધ થયેલી અરજીઓની માહિતી આપવા જણાવ્યું છે. આ અરજીની વધુ સુનવણી 14 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
અભિજીત મિશ્રા પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે જી- પે આધાર કાયદો 2016, પેમેન્ટ એન્ડ સેટેલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 અને બેંકિંગ કાયદો 1949 નું કથિત રીતે ભંગ કરીને આધાર ડેટા પ્રાપ્ત કરે છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે કંપની ગ્રાહકોના આધાર અને બેંક સાથે જોડાયેલી જાણકારી લે છે અને પોતાની પાસે રાખે છે. આ ગુપ્તતાના મૌલિક અધિકારનો ભંગ છે. આ અરજીમા યુઆઇડીઆઇ ને પણ કાયદાના કથિત ભંગ માટે જી- પે વિરુદ્ધ કાર્યવાહી કરવા નિર્દેશ આપવા અપીલ કરી છે .