Lockdown in UP : અલાહાબાદ હાઈકોર્ટે 5 શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉનના નિર્દેશો કર્યા

Lockdown in UP : અલાહાબાદ હાઈકોર્ટે પાટનગર લખનૌ સહીત પાંચ શહેરોમાં લોકડાઉનના નિર્દેશો આપ્યા.

Lockdown in UP : અલાહાબાદ હાઈકોર્ટે 5 શહેરોમાં 26 એપ્રિલ સુધી લોકડાઉનના નિર્દેશો કર્યા
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 7:03 PM

Lockdown in UP : ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ અંગે અલાહાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ સહીત પાંચ શહેરોમાં લોકડાઉનના નિર્દેશો આપ્યા. એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારને આ નિર્દેશો કર્યા છે.

આ પાંચ શહેરોમાં લોકડાઉન જરૂરી : હાઇકોર્ટ એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્મા અને ન્યાયાધીશ અજિત કુમારે નિર્દેશ આપ્યો છે કે 19 એપ્રિલથી લખનૌ, પ્રયાગરાજ, કાનપુર, વારાણસી અને ગોરખપુરમાં લોકડાઉન (Lockdown in UP) લાગુ કરવું જોઈએ આ પછી કેસની આગામી સુનાવણી 26 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી ઉત્તરપ્રદેશમાં કોરોના વાયરસના ચેપની બીજી લહેર ખૂબ જ ખતરનાક બનવાના કારણે અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મોટા સૂચન કર્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરતા લખનૌ સહિત પાંચ સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં 19 એપ્રિલથી 26 એપ્રિલ સુધી લોકડાઉન (Lockdown in UP) કરવાનો નિર્દેશ આપ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

હાઈકોર્ટે 15 પેજમાં નિર્દેશો આપ્યા કોવિડ પરની જાહેરહિતની સુનાવણી કરતાં અલાહાબાદ હાઈકોર્ટે તેના 15 પાનાના નિર્દેશમાં રાજ્ય સરકારને 26 એપ્રિલ સુધીમાં પાંચ શહેરોમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર રાજ્યમાં 15 દિવસના લોકડાઉન (Lockdown in UP) અંગે વિચારણા કરવા પણ જણાવ્યું છે. આ 15 પેજના નિર્દેશોમાં આ બાબતો શામેલ છે :

1. નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય વિભાગ, તબીબી અને આરોગ્ય સેવાઓ, ઔદ્યોગિક મથકો અને વૈજ્ઞાનિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કાર્યો અને જાહેર પરિવહન સહિતની આવશ્યક સેવાઓ સિવાય તમામ સરકારી અને ખાનગી સેવાઓ 26 એપ્રિલ, 2021 સુધી બંધ રહેશે. જો કે ન્યાયતંત્ર તેમની પોતાની મુનસફી પ્રમાણે કાર્ય કરે છે.

2. બધા શોપિંગ સંકુલ અને મોલ 26 એપ્રિલ, 2021 સુધી બંધ રહેશે.

3.મેડિકલની દુકાનો સિવાય તમામ કરિયાણાની દુકાનો અને અન્ય વ્યાપારી દુકાનો જ્યાં ત્રણ કરતા વધુ કામદારો છે, 26 એપ્રિલ 2021 સુધી બંધ રહેશે.

4.બધી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ગાડીઓ પર ખાણી-પીણીના નાના પોઇન્ટ પણ 26 એપ્રિલ, 2021 સુધી બંધ રહેશે.

5.સંપૂર્ણ ઉત્તર પ્રદેશમાં તમામ સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય વિષયો અને પ્રવૃત્તિઓથી સંબંધિત અન્ય સંસ્થાઓ તે સરકારી, અર્ધ સરકારી હોય કે તેમના શિક્ષકો અને ટ્રેનર્સ અને અન્ય કર્મચારીઓ માટે 26 એપ્રિલ 2021 સુધી બંધ રહેશે.

6. લગ્ન સમારોહ સહિત કોઈપણ સામાજિક વિધિઓને 26 એપ્રિલ, 2021 સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, પૂર્વનિર્ધારિત લગ્નના કિસ્સામાં, સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી આવશ્યક મંજૂરી લેવી પડશે. અને પરવાનગી ફક્ત 25 લોકો સુધી મર્યાદિત રહેશે અને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ કોવિડ 19ની અસરની વર્તમાન સ્થિતિની ઉંડી વિચારણા પછી નિર્ણય લેશે, જેમાં આવા લગ્ન થવાના છે તે વિસ્તારમાં નિયંત્રણ વિસ્તારની સૂચના શામેલ છે.

7. કોઈપણ પ્રકારની જાહેર અને ધાર્મિક પ્રવૃત્તિઓને 26 એપ્રિલ, 2021 સુધી સ્થગિત રાખવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

8. તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓને 26 એપ્રિલ, 2021 સુધી બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

9. ફળો અને શાકભાજી વિક્રેતાઓ, દૂધ વિક્રેતાઓ સહિતના તમામ ફેરિયાઓ 26 મી એપ્રિલ, 2021 સુધી દરરોજ સવારે 11 વાગ્યા સુધી રસ્તા પર ઉતરે નહિ.

10. પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર નગર-ગ્રામ્ય અને ગોરખપુર જિલ્લામાં વ્યાપક કવરેજ સાથે બે મુખ્ય હિન્દી અને અંગ્રેજી અખબારોમાં દરરોજ કન્ટેન્ટ ઝોનને સૂચિત કરવામાં આવશે.

11. ઉપરોક્ત સૂચનોને આધિન રસ્તાઓ પરના તમામ જાહેર અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. તબીબી સહાય અને કટોકટીના કિસ્સામાં ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે.

12. હાઈકોર્ટે ઉપરોક્ત સૂચનો ઉપરાંત જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હાલના રસીકરણ કાર્યક્રમનો ભારપૂર્વક અમલ કરશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">