સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વિવિધ પક્ષોના નેતાઓ રહેશે હાજર

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Bipin Prajapati

Updated on: Dec 06, 2022 | 7:09 AM

કેન્દ્ર સરકારે આજે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં વિવિધ રાજકીય પક્ષના નેતાઓ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર ( Winter Session 2022 ) આવતીકાલ 7 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. ગયા સપ્તાહે, કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવનારા 16 બિલોની યાદી જાહેર કરી છે.

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, વિવિધ પક્ષોના નેતાઓ રહેશે હાજર
All Party Meeting for Winter Session ( file photo)

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે આજે 6 ડિસેમ્બરને મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના સંસદના બન્ને ગૃહના નેતાઓ ભાગ લેશે. સર્વપક્ષી બેઠકમાં, સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદના કામો સહિત ગૃહની સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. સંસદનું શિયાળુ સત્ર આવતીકાલ 7 ડિસેમ્બરને બુધવારથી શરૂ થઈ રહ્યું છે. જે આગામી 29 ડિસેમ્બર સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ અનુસાર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, આજે મંગળવારે સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક પણ યોજશે.

આ વખતે, સંસદના શિયાળુ સત્ર પહેલાં પરંપરાગત રીતે યોજાતી સર્વપક્ષીય બેઠકને બદલે, તેમણે વ્યવસાય સલાહકાર સમિતિની બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. ગત સપ્તાહે, કેન્દ્ર સરકારે શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવનારા વિવિધ 16 બિલોની યાદી બહાર જાહેર કરી હતી.

સંસદના બન્ને ગૃહના નેતાઓને આમંત્રણ

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સર્વપક્ષીય બેઠક માટે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્યા છે. સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે તેવી સંભાવના છે. એવું કહેવામાં આવ્યું છે કે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ રાજકીય પક્ષોના ગૃહ નેતાઓને મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સંસદના શિયાળુ સત્રમાં હાથ ધરવામાં આવનાર સંભવિત કાયદાકીય કાર્ય પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહી સારી રીતે ચાલે તે માટે સરકારે તમામ પક્ષોના નેતાઓ પાસેથી સહકારની અપેક્ષા રાખી છે.

કોંગ્રેસે પણ યોજી હતી બેઠક

આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ સંસદના શિયાળુ સત્રને લઈને પાર્ટીના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં શનિવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. લગભગ 70 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં, કોંગ્રેસ પાર્ટીએ ચીન સાથે સરહદી તણાવ, મોંઘવારી સહિત લોકો અને દેશની સુરક્ષા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં સાયબર ક્રાઈમનો મુદ્દો પણ મુખ્ય રાખવામાં આવ્યો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati