બધા કપલે કરવા જોઈએ આ 10 PROMISE, ક્યારેય પણ સંબંધમાં નહીં પડે તિરાડ

બધા કપલે કરવા જોઈએ આ 10 PROMISE, ક્યારેય પણ સંબંધમાં નહીં પડે તિરાડ
બધા કપલે કરવા જોઈએ આ 10 PROMISE

હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. જેમાં ટેડી ડે પછી પ્રોમિસ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યા છે. આજે એટલે કે ગુરુવારે PROMISE DAY છે.

Charmi Katira

| Edited By: Bipin Prajapati

Feb 11, 2021 | 11:40 AM

હાલ વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. જેમાં ટેડી ડે પછી પ્રોમિસ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યા છે. આજે એટલે કે ગુરુવારે PROMISE DAY છે. આજના દિવસે પ્રેમી પંખીડા અથવા તો કપલ એકબીજાને પ્રોમિસ આપે છે જેથી જે જીવનભર એકબીજાનો સાથ નિભાવી શકે. જો તમે પણ તમારા પ્રિય વ્યક્તિને કોઈ પ્રોમિસ આપવા માંગતા હોય તો અમે તમારી માટે લઈને આવ્યા છીએ થોડા પ્રોમિસ.

કોઈનો હાથ પકડવાનો અર્થ એ નથી કે તે વ્યક્તિ તમને છોડી શકશે નહીં. તો રોજિંદા જીવનમાં કંઇક એવું કરવાનું વચન આપો જે જીવનસાથીને તમારી સાથે વિશેષ જોડાયેલ લાગે. તેમના માટે ફૂલો અથવા ભેટો લાવો. ઘરે સફાઈ અથવા પાર્ટીથી તેમને આશ્ચર્ય કરો.

કોઈ પણ સંબંધમાં 2 પ્રકારના કોમ્યુનિકેશન હોય છે. જે રીતે તમે તેને કોઈ પણ વાત કરો છો તો તેને પણ ઈમાનદારીથી પાર્ટનરની વાત સાંભળવી જોઈએ. આ માટે આજના દિવસે પાર્ટનરને પ્રોમિસ કરવું જોઈએ કે તે હંમેશા તેની વાતને મહત્વ આપશે.

કોઈ પણ સંબંધ નિભાવવાનો એ મતલબ બિલકુલ નથી કે તમે તમારી ઓલહક ગુમાવી દો. તમે તમારા પાર્ટનરની કમીઓ શોધવી અને નવો માણસ બનાવવા માટે મજબુર ના કરી શકો. આજના દિવસે તમારે તમારા પાર્ટનરને પ્રોમિસ ડે પર પ્રોમિસ કરવું જોઈએ કે તમે જેવા છો તેવા જ રહેશો

ઘણીવાર રિલેશનશિપમાં આવ્યા પછી વ્યક્તિ અન્ય ઇચ્છાઓ પૂર્ણ કરતી વખતે તેના સપનાને પાછળ છોડી દે છે. જો સંબંધોમાં બંને સમાન હોય છે, તો પછી ફક્ત એક જ વ્યક્તિને તેમની ઇચ્છાઓને પૂર્ણ કરવાની સ્વતંત્રતા કેમ છે? તમારા જીવનસાથીને પ્રોમિસ આપો કે તેણે જીવનમાં જે સપના જોયેલા છે તેના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને તમે દરેક મુશ્કેલીમાં તેની સાથે ઉભા છો.

રસોડું સફાઈ, કામ અથવા જવાબદારીઓ કોઈ એક વ્યક્તિને ના કરવા દો. તમારા જીવનસાથીને કહો કે પુરુષ કે સ્ત્રી હોવાના આધારે કામ વહેંચવાને બદલે બધાં કામ એક સાથે કરવામાં આવશે. આ સાથે જ કહેવામાં આવે કે હું બધા સમયે તારી સાથે છું.

મોટેભાગે લોકો ઓફિસના કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ તેમના જીવનસાથીની એકલતા જરા પણ નજરે આવતી નથી. તમારા જીવનસાથીને વચન આપો કે જીવનમાં ગમે તેટલું પ્રેશર ના હોય પરંતુ તમે તેમના માટે ચોક્કસ સમય આપશો. આ તમારી મુશ્કેલીઓને પણ સરળ બનાવશે.

આ સિવાય તમે તેમને ઘણા વચનો પણ આપી શકો છો. જેમ કે- ‘હું તમારી ઇચ્છાઓનું ધ્યાન રાખીશ’, ‘હું વિશ્વની સામે પ્રેમ વ્યક્ત કરીશ’, ‘હું ક્યારેય રૂટિનમાં બંધાઈશ નહીં’, ‘હું હંમેશા તમારો ફોન ઉપાડીશ’, ‘હું હંમેશાં તારા પરિવારને મારા પરિવાર જેવું સમ્માન કરીશ ‘,’હું હંમેશા તમને મારી સાથે રાખીશ.’

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati