ખેડૂતો માટે એલર્ટઃ બંગાળની ખાડીમાં બની રહ્યું છે વધુ એક લો પ્રેશર, આ રાજ્યોમાં વરસાદની સંભાવના

IMDએ કહ્યું કે આગામી 6-7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય અને પશ્ચિમ ભારત તેમજ પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે.

ખેડૂતો માટે એલર્ટઃ બંગાળની ખાડીમાં બની રહ્યું છે વધુ એક લો પ્રેશર, આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દેશના દક્ષિણના કેટલાક ભાગ સિવાય અન્ય વિસ્તારમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ભારતમાંથી પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બની રહ્યું છે. જેના કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જો કે હવામાન વિભાગે હજુ સુધી વરસાદની કોઈ સ્પષ્ટ આગાહી કરી નથી.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં બંગાળની ખાડીના મધ્ય ભાગમાં એક લો પ્રેશર બનવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે ચોમાસુ તમિલનાડુમાંથી પરત ફરી રહ્યું છે. જો કે પાછા ફરતા ચોમાસાને અને બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશરને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે.

આ રાજ્યોમાં 30 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના
IMDએ કહ્યું કે 30 ઓક્ટોબર સુધી તમિલનાડુ, પુડુચેરી, કેરળ રાજયમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારો અને રાયલસીમામાં 29 અને 30 ઓક્ટોબરે જ્યારે તટીય આંધ્રપ્રદેશમાં 28 અને 30 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, કેરળ, કર્ણાટકના તટીય અને અંતરિયાળ વિસ્તારો, તમિલનાડુ અને પુડુચેરીમાં 30 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની સાથે, તટીય આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં પણ વાદળો છવાયેલા રહેશે.

IMDએ કહ્યું કે આગામી 6-7 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય અને પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. દેશના આ ભાગોમાં વરસાદની કોઈ શક્યતા નથી.

ખેતી માટે સાનુકૂળ સમય
હાલમાં ખેડૂતો ખરીફ પાકની લણણીમાં વ્યસ્ત છે. હવે લો પ્રેશરની અસરને કારણે પડનારા વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં અસર થઈ શકે છે. દેશના કેટલાક ભાગોમાં ખેડૂતોએ વટાણા, સરસવ અને શાકભાજીની વાવણી કરી રહ્યા છે. શુષ્ક હવામાન અને ખેતરોમાં પૂરતા ભેજને કારણે તેમનું કામ સરળ બન્યું છે. આગામી કેટલાક દિવસો સુધી આવું હવામાન ખેતી અને વાવેલા પાક માટે ફાયદાકારક રહેશે.

ખાનગી હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ વેધરના અહેવાલમાં જણાવાયું છે કે બુધવારે તમિલનાડુ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારો અને કર્ણાટકના દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ

Sameer Wankhede Case: નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરશે મુંબઈ પોલીસ, 6માંથી 4 ફરિયાદમાં NCB અધિકારીઓ સામે આરોપ

આ પણ વાંચોઃ

Ahmedabad: અંધેરી નગરી, ગંડુ રાજા જેવો ઘાટ! 4 વર્ષથી લટકી રહ્યું છે આ બ્રિજનું કામ

 

Click on your DTH Provider to Add TV9 Gujarati