અખિલેશ યાદવે કેન્દ્ર પર તાકયું નિશાન, કહ્યું મફત હોવું જોઈએ કોરોના ટેસ્ટ, સારવાર અને રસી

યાદવે કહ્યું, "કોરોનાના ભયંકર સમયમાં, જ્યારે ઉત્તરપ્રદેશ અને દેશ દવાઓ અને ઓક્સિજનઇ ઉપલબ્ધિ લઈને પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બ્લેક માર્કેટિંગના અહેવાલો સરકારની નિષ્ફળતાનું પ્રતિક છે."

  • Tv9 webdesk41
  • Published On - 16:18 PM, 25 Apr 2021
અખિલેશ યાદવે કેન્દ્ર પર તાકયું નિશાન, કહ્યું મફત હોવું જોઈએ કોરોના ટેસ્ટ, સારવાર અને રસી
Akhilesh Yadav

સમાજવાદી પાર્ટી (સપા) ના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે રવિવારે ભારતીય જનતા પાર્ટી સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવતા રાજ્ય સરકાર દ્વારા કોવિડ -19 ની મફત તપાસ, નિ:શુલ્ક રસી અને દર્દીઓની મફત સારવારની માંગ કરી હતી. એસપી વડાએ રવિવારે ટવીટ કરીને કહ્યું કે, સપાની માંગ, નિ:શુલ્ક તપાસ, નિ:શુલ્ક રસી, નિ:શુલ્ક સારવાર.

યાદવે કહ્યું, “કોરોનાના ભયંકર સમયમાં, જ્યારે ઉત્તરપ્રદેશ અને દેશ દવાઓ અને ઓક્સિજન ઉપલબ્ધિ લઈને પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બ્લેક માર્કેટિંગના અહેવાલો સરકારની નિષ્ફળતાનું પ્રતિક છે.” તેમણે કહ્યું, ‘સપા રસીના ભાવોમાં એકરૂપતાને બદલે સમગ્ર દેશમાં ઝડપી અને મફત રસીકરણની માંગ કરે છે. યાદવે પોતાની પહેલી ટ્વિટ કર્યાના લગભગ સાડા ત્રણ કલાક પછી બીજું એક ટ્વીટ કર્યું, “યુપીના જવાબદાર લોકોએ બેજવાબદાર નિવેદનો આપવી જોઈએ નહીં અને લોકોની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપીને લોકોને ચૂપ કરવાનો પ્રયાસ ન કરવો જોઇએ.”

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, “ભાજપ સરકાર અફવા ફેલાવી રહી છે કે ઓક્સિજનનો અભાવ નથી, પરતું સામે આવતા ચિત્રો ખોટું ન બોલે. માન્યવર કૃપા કરીને તમારી બંધ આંખો ખોલો!” અખિલેશ યાદવ ઉપરાંત, સમાજવાદી પાર્ટી દ્વારા પણ ટ્વિટ કરવામાં આવી હતી. પક્ષે ટ્વિટમાં કહ્યું છે કે, લખનૌ સહિત આખા યુપીમાં ઓક્સિજન, બેડ અને દવાઓના અભાવને કારણે શ્વાસની ‘ઇમર્જન્સી’ છે! મુખ્યમંત્રી તેમની સંવેદનશીલતા હેઠળ શોકગ્રસ્ત પરિવારોની ચીસો ક્યાં સુધી સાંભળશે? એસપીએ કહ્યું, “ભાજપના સાંસદો ઓક્સિજન માટે ધરણાંની ચેતવણી આપી રહ્યા છે. ખોટું બોલવાનું CM બંધ કરે અને વ્યવસ્થામાં ધ્યાન આપે.

નથી મળી રહ્યું ઑક્સીજન
આ પહેલા શનિવારે લખનૌના મોહનલગંજ સંસદીય ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ કૌશલ કિશોરે ટ્વિટમાં મુખ્યમંત્રીને નિવેદન કર્યું કે પૃથુકવાસમાં સારવાર લેતા કોરોના સંક્રમિત દર્દીઓને ઑક્સીજનની સખત જરૂર છે પરંતુ ઑક્સીજન મેળવવા માટે થઈનેલોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સરકારી કે પ્રાઈવેટ તેમ કોઈ પણ હોસ્પીટલમાં ઑક્સીજનની કમી નથી.