ભિંડમાં એરફોર્સનુ મિરાજ તુટી પડ્યુ, પાયલોટનો આબાદ બચાવ

સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉડાવનાર પાયલોટની ઓળખ ફ્લાઈટ લેફ્ટનન્ટ અભિલાષ તરીકે થઈ છે. જેઓ નજીકના ખેતરમાંથી મળી આવ્યા હતા તેમને ગ્રામજનો અને પોલીસની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

ભિંડમાં એરફોર્સનુ મિરાજ તુટી પડ્યુ, પાયલોટનો આબાદ બચાવ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 12:16 PM

વાયુસેનાનું મિરાજ વિમાન ગુરુવારે ભીંડ (Bhind) નજીક ક્રેશ થયું છે. મિરાજને મુખ્ય પાયલોટ (pilot) અભિલાષ ઉડાવી રહ્યાં હતા, જેઓ વિમાન ક્રેશ થાય તે પહેલા જ પેરાશૂટ સાથે સલામત રીતે બહાર આવ્યા હતા. વિમાન ક્રેશ થયા બાદ માંકબાગ ગામના ખેતરમાં પડી ગયું હતું. તેના વિસ્ફોટનો અવાજ સાંભળીને ગામના લોકો ભેગા થઈ ગયા.

ગ્રામજનોએ ક્રેશ થયેલા મિરાજની( Mirage 2000 aircraft ) તસવીરો તેમના મોબાઈલમાં કેપ્ચર કરી હતી, મિરાજના પાયલોટે સુરક્ષિત રીતે નીચે પેરાશૂટથી ઉતરાણ કર્યું હતું, આ તમામ તસ્વીરો થોડીવારમાં જ વાયરલ થઈ હતી. ઘટનાની જાણ થતાં ભીંડ પોલીસ અને એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પરથી ગ્રામ્યજનોની ભીડને હટાવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

વેરવિખેર કાટમાળ

પોલીસ અને સત્તાવાર સૂત્રોએ પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, એરફોર્સનું આ વિમાન ભીંડના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન મિરાજ હોવાનું કહેવાય છે. તેનો કાટમાળ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો. સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉડાવનાર પાયલોટની ઓળખ ફ્લાઈટ લેફ્ટનન્ટ અભિલાષ તરીકે થઈ છે. જેઓ નજીકના ખેતરમાંથી મળી આવ્યા હતા તેમને ગ્રામજનો અને પોલીસની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી જણાવે છે કે વિમાને ગ્વાલિયરના એરફોર્સ એરપોર્ટ પરથી ટેકઓફ થયુ હતુ. પરંતુ ટેકઓફ થયાના થોડા સમય બાદ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ Gold Price Today : દિવાળી પહેલા સોનાનો ચળકાટ વધ્યો, જાણો અમદાવાદમાં 1 તોલા સોનાનો શું છે ભાવ?

આ પણ વાંચોઃ આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">