Corona વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા હવાઇ મુસાફરોને મળી શકે છે RT-PCR ટેસ્ટમાંથી મુકિત 

કેન્દ્ર સરકાર વિવાદ મુક્ત ડોમેસ્ટિક હવાઇ મુસાફરીને લઇને હવે Corona રસીના બંને ડોઝ લીધેલા મુસાફરોને ફરજિયાત RTPCR ટેસ્ટમાંથી મુક્તિ આપવાનું વિચારી રહી છે. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન ( MoCA) હરદીપસિંહ પુરીએ આ માહિતી એક ન્યૂઝ એજન્સીને આપી છે.

Corona વેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા હવાઇ મુસાફરોને મળી શકે છે RT-PCR ટેસ્ટમાંથી મુકિત 
Corona Vaccine ( File Photo)

કેન્દ્ર સરકાર વિવાદ મુક્ત ડોમેસ્ટિક હવાઇ મુસાફરીને લઇને હવે Corona રસીના બંને ડોઝ લીધેલા મુસાફરોને ફરજિયાત RTPCR ટેસ્ટમાંથી મુક્તિ આપવાનું વિચારી રહી છે. જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન ( MoCA) હરદીપસિંહ પુરીએ આ માહિતી એક ન્યૂઝ એજન્સીને આપી છે.

RTPCR ટેસ્ટ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય પર ચર્ચા 

તેમણે કહ્યું, “આરોગ્ય વિભાગ સહિત અનેક મંત્રાલયો અને હોદ્દેદારોની સંયુક્ત ટીમ,  Corona રસીના બંને ડોઝ પ્રાપ્ત કરનારાઓને RTPCR ટેસ્ટ વિના હવાઇ મુસાફરીની મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવાની ચર્ચામાં છે.” તેમણે કહ્યું કે આ નિર્ણય એકલા  MoCA જ નહીં લઇ શકે સરકાર સાથે કાર્યરત આરોગ્ય નિષ્ણાતો સહિત નોડલ એજન્સીઓ પણ મુસાફરોના હિતમાં નિર્ણય લેવામાં ફાળો આપશે.

આરોગ્ય એ રાજ્યનો વિષય છે

હાલમાં સ્થાનિક હવાઈ મુસાફરોને ફરજિયાતપણે અમુક એવા રાજ્યોમાં પ્રવાસ કરતા પહેલા નેગેટિવ RTPCR ટેસ્ટ સબમિટ કરવાનું કહેવામાં આવે છે. જ્યાં સક્રિય કોરોના કેસ હજી વધુ છે. પુરીએ કહ્યું, “આરોગ્ય એ રાજ્યનો વિષય છે. રાજ્યમાં પ્રવેશતા પહેલા મુસાફરો પાસેથી નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ માંગવા તે ચોક્કસ રાજ્યનો અધિકાર છે.”

ભારતે ‘ વેક્સિન  પાસપોર્ટ’ નો સખત વિરોધ વ્યક્ત કર્યો 

આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરનારા મુસાફરો માટે  ‘વેક્સિન  પાસપોર્ટ’ ની વાતને પણ ધ્યાનમાં લેવામાં આવી રહી છે, જેના પર ભારતે વાંધો ઉઠાવ્યો છે અને તેને “ભેદભાવયુક્ત વિચાર” ગણાવ્યો હતો.

ભારતના આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને જી-7 દેશોની બેઠકમાં કહ્યું કે, “રોગચાળાના આ તબક્કે ભારતે ‘ વેક્સિન  પાસપોર્ટ’ નો સખત વિરોધ વ્યક્ત કરે છે. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોમાં વસ્તીના ટકાવારી રૂપે રસી કવરેજ ઓછું છે.તેમજ આવી પહેલ અત્યંત ભેદભાવપૂર્ણ સાબિત થઈ શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati