પાકિસ્તાનના વધુ એક જૂઠ્ઠાણાં પરથી ઉઠ્યો પડદો, પ્રત્યક્ષદર્શીઓએ જ બાલાકોટમાં હુમલો થયો હોવાની વાત સૌ પ્રથમ વખત સ્વીકારી

પાકિસ્તાનના વધુ એક જૂઠ્ઠાણાં પરથી ઉઠ્યો પડદો, પ્રત્યક્ષદર્શીઓએ જ બાલાકોટમાં હુમલો થયો હોવાની વાત સૌ પ્રથમ વખત સ્વીકારી

ભારતીય વાયુસેના દ્વારા 26 ફેબ્રુઆરીના પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાની વાત પર હવે નવા પુરવા સામે આવી રહ્યા છે. જે સ્થાન પર ભારતે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો તે જોનાર લોકોએ થોડાં કલાકો પછી એમ્બ્યલન્સ અને સુરક્ષા જવાનોને ત્યાં પહોંચતાં જોયા હતા. અંગ્રેજી અખબાર ફસ્ટ પોસ્ટના એક અહેવાલ અનુસાર ત્યાં આશરે 35 […]

Parth_Solanki

|

Mar 02, 2019 | 11:05 AM

ભારતીય વાયુસેના દ્વારા 26 ફેબ્રુઆરીના પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાની વાત પર હવે નવા પુરવા સામે આવી રહ્યા છે. જે સ્થાન પર ભારતે બોમ્બ વિસ્ફોટ કર્યો હતો તે જોનાર લોકોએ થોડાં કલાકો પછી એમ્બ્યલન્સ અને સુરક્ષા જવાનોને ત્યાં પહોંચતાં જોયા હતા.

અંગ્રેજી અખબાર ફસ્ટ પોસ્ટના એક અહેવાલ અનુસાર ત્યાં આશરે 35 જેટલાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાંક પાકિસ્તાની સેનાના નિવૃત અધિકારીઓ પણ ત્યાં રહેતાં હતા અને તેમની પણ મોત થઈ છે. કેટલાંક સ્થાનિક લોકોને મીડિયા સાથે વાતકરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી અને તેમની પર દબાણ લાવવામાં આવ્યું હતું કે જો તેઓ કંઇ પણ બોલશે તો તેમના વિરૂધ્ધ પગલાં ભરવામાં આવશે.

આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?

ઘટના સ્થળ પરથી પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, બોમ્બ વિસ્ફોટના થોડાં જ સમયમાં સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. જેના પહેલાં સેનાએ પોતાનો હવાલો સંભાળી દીધો હતો. સેનાએ પોલીસને ત્યાં જવા દીધું ન હતું. એટલું જ નહીં સેનાએ ત્યાં પહોંચેળ મેડીકલ ટીમ પાસેથી મોબાઇલ ફોન પણ લઈ લીધા હતા.

કોણ હાજર હતું ત્યાં ?

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ISI ના પૂર્વ અધિકારી કર્નલ સલીમ પણ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય એક કર્નલ જફર જાકરી ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત જૈશ-એ-મોહમ્મદના એક ઇન્ટ્રકટર મુફ્તી મોઇન અને IED એક્સપર્ટ ઉસ્માન ગનીની પણ મોત થઈ છે.

અલગ અલગ મત 

પ્રત્યક્ષદર્શીના અનુસાર, સૌથી વધુ નુકસાન 12 આતંકવાદીઓની મોત થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે તમામ જૈશમાં તાજેતરમાં જ દાખલ થયા હતા. જો કે ખાસ વાત એ છેકે અહીંના સ્થાનિક લોકોએ લોકલ ચેનલ અને અખબાર સાથે વાતચીતમાં પણ અલગ અલગ વાત કરી છે. તેમણે ત્યાં કોઇ નુકસાન નથી થયું અને સામાન્ય નુકસાન થયું છે તેવી વિવિધ રજુઆત કરી છે.

જો કે પાકિસ્તાને હાલમાં તે સમગ્ર વિસ્તારને પ્રતિબંધ લગાવી દીધો છે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સમગ્ર વિસ્તારમાં સેનાની પરવાનગી વગર કોઈ પણ પ્રવેશ મળવી શકતું નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati