Air Indiaનાં કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કંપની વગર પગારે પાંચ વર્ષની રજા પર મોકલશે

લોકડાઉનની માર કદાચ સહુથી વધારે એર લાઈન્સ કંપનીઓ પર પડી છે. આર્થિક સંકટથી લડી રહેલી કંપનીઓ ખર્ચ ઓછો કરવા માટે નીતનવા રસ્તાઓ શોધી રહી છે. હવે એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન મુજબ કર્મચારી વગર પગારે લાંબી રજા પર જઈ શકે છે જેને લીવ વિધાઉટ પે (LWP) ગણાવવામાં આવી […]

Air Indiaનાં કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, કંપની વગર પગારે પાંચ વર્ષની રજા પર મોકલશે
http://tv9gujarati.in/air-india-na-kar…aja-par-moklashe/
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 5:00 PM

લોકડાઉનની માર કદાચ સહુથી વધારે એર લાઈન્સ કંપનીઓ પર પડી છે. આર્થિક સંકટથી લડી રહેલી કંપનીઓ ખર્ચ ઓછો કરવા માટે નીતનવા રસ્તાઓ શોધી રહી છે. હવે એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓની સંખ્યા ઓછી કરવાનો પ્લાન બનાવ્યો છે. આ પ્લાન મુજબ કર્મચારી વગર પગારે લાંબી રજા પર જઈ શકે છે જેને લીવ વિધાઉટ પે (LWP) ગણાવવામાં આવી રહ્યું છે. આ રજા 6 મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે. સૂત્રોની જાણકારી મુજબ કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર રાજીવ બંસલને પાવર આપવામાં આવ્યો છે કે તે અમુક કર્મચારીઓને વગર વેતને 6 મહિનાથી લઈ પાંચ વર્ષ સુધીની રજા પર મોકલી શકે. કર્મચારીઓને એમની ક્ષમતા, આવડત, કાર્યદક્ષતા, પ્રદર્શનની ગુણવત્તા, કર્મચારીઓનું સ્વાસ્થય વગેરેનાં આધાર પર પસંદ કરાશે અને પછી તેમને રજા પર મોકલી દેવાશે.

એર ઈન્ડિયાનાં આ પ્લાનને બોર્ડ ઓફ ડાયરેક્ટરની 102મી બેઠકમાં મંજુરી આપવામાં આવી. ઓર્ડર મુજબ હેડક્વાર્ટર અને રીજનલ હેડને કહેવામાં આવ્યું છે કે તે આ પ્લાન મુજબ કર્મચારીઓનાં નામ હેડ ઓફિસને મોકલી આપે. જણાવી દઈએ કે કોરોનાનાં સંકટને પહોચી વળવા માટે દેશભરમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું તે દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ રહ્યો જેને લઈને ઉડ્ડયન ક્ષેત્ર ઘણું પ્રભાવિત રહ્યું અને આજે મોટાભાગની એયરલાઈન્સ કંપની મોટા આર્થિક નુક્શાનનાં દોરમાંથી પસાર થઈ રહી છે. ભારતમાં મોટાભાગની એયરલાઈન્સ કંપનીઓએ આર્થિક નુક્શાનની ભરપાઈ માટે ક્યાંતો પગારમાં કાપ મુક્યો અથવા તો બીજા ઉપાયો અપનાવ્યા. જણાવવું રહ્યું કે લાંબા સમય સુધી ફ્લાઈટ સેવા બંધ રહ્યા બાદ 25 મે થી ડોમેસ્ટીક ફ્લાઈટ સેવા શરૂ થઈ જે બાદ મુસાફરોને રાહત મળી હતી.

કોરોના વાયરસનાં વધી રહેલા કેસ વચ્ચે આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઈટ સેવા રોકી દેવામાં આવી હતી જે 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવી છે. DGCAએ જો કે નક્કી કરેલા આંતરરાષ્ટ્રીય રૂટ પર વિમાન સેવા શરૂ કરવાનાં પણ સંકેત આપ્યા હતા. વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને સતત દેશમાં લાવવામાં આવી રહ્યા છે જે કેન્દ્ર સરકારે 6 મેથી આ મિશન શરૂ કર્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">