રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) વડા મોહન ભાગવતના(Mohan Bhagwat) દેશમાં ‘ધાર્મિક આધારો પર વસ્તી અસંતુલન’ અંગેના નિવેદન પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi)કહ્યું છે કે મુસ્લિમો સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે મુસ્લિમોનો પ્રજનન દર અગાઉની સરખામણીમાં નીચે આવ્યો છે. તેમણે નિવેદનમાં કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં, મુસ્લિમોની વસ્તી વધી નથી, પરંતુ ઘટી રહી છે. કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? અમે કરી રહ્યા છીએ.’ આ નિવેદન બાદ તેમણે એમ પણ કહ્યું કે, ‘મોહન ભાગવત આ અંગે ચર્ચા નહીં કરે.’ તેમણે એક જાહેર સભા દરમિયાન આ વાત કહી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો
હકીકતમાં, બુધવારે મોહન ભાગવતે ‘પ્રાદેશિક અસંતુલન’ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન, ભાગવતે એક વસ્તી નિયંત્રણ નીતિ માટે હાકલ કરી હતી. જે તમામ સામાજિક સમુદાયો માટે સમાન રીતે લાગુ થવી જોઈએ. આ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું હતું કે સમુદાયના આધારે ‘વસ્તી અસંતુલન’ ચિંતાનો વિષય છે જેને આપણે અવગણી શકીએ નહીં. કુરાનનો સંદર્ભ આપતા ઓવૈસીએ કહ્યું, ‘ભાગવત સાહેબ, હું તમને કુરાન વાંચવાનું આમંત્રણ આપું છું. ભ્રૂણને મારવું એ બહુ મોટું પાપ છે.આ પછી તેમણે પ્રેગ્નન્સી અને કોન્ડોમના ઉપયોગ પર કહ્યું કે, ‘મુસ્લિમો બે પ્રેગ્નન્સી વચ્ચે ગેપ રાખે છે અને મોટા ભાગના કોન્ડોમનો ઉપયોગ પણ એ જ કરે છે. ,
ઓવૈસીના આ દાવાને લઈને એક સવાલ થઈ રહ્યો છે કે, શુ કોન્ડમના વપરાશકર્તાઓનો ધર્મ આધારીત રેકોર્ડ ક્યારેય કોઈએ જાહેર કર્યો છે ખરો ? ના, તો પછી ઓવૈસી કેવી રીતે આવો દાવો કરી શકે કે મુસ્લિમો સૌથી વધુ કોન્ડમનો ઉપયોગ કરી રહ્યાં છે
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો
તીખો જવાબ આપતા અસદુદ્દીને કહ્યું, “રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના ડેટા અનુસાર, મુસ્લિમોની વસ્તી વધી નથી, પરંતુ તેમાં 2 ટકાનો ઘટાડો થયો છે.” ખોટી માહિતી આપવા પર તેણે કહ્યું, ‘જો તમે ખોટી માહિતી આપો છો તો તે ફક્ત તમારી જ ભૂલ છે. અમને તે જોઈતું પણ નથી. પરંતુ મોહન ભાગવત કહી રહ્યા છે કે વસ્તી વધી રહી છે.
આ નિવેદન બાદ ઓવૈસીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ‘તમે લોકોને રોજગાર નથી આપ્યો, ન તો પગાર વધાર્યો. 2061 સુધીમાં દેશની અડધી વસ્તી આપણા બાળકો પર નિર્ભર રહેશે. તો પછી તેમનું પેટ કોણ ભરશે ?