Agnipath Scheme: અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા સપ્તાહે થશે

કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજનાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પહોંચ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત આવતા અઠવાડિયે અરજીની સુનાવણી કરવા સંમત થઈ છે.

Agnipath Scheme: અગ્નિપથ યોજનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી આવતા સપ્તાહે થશે
The Supreme Court has dismissed the petition.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 12:01 PM

Agnipath Scheme: કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજના(Agnipath Scheme)નો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત આવતા અઠવાડિયે અરજીની સુનાવણી કરવા સંમત થઈ છે. આ અરજી આજે સુપ્રીમ કોર્ટ(Supreme Court) સમક્ષ મુકવામાં આવી હતી. પિટિશન દાખલ કરનારા અરજદારોએ કહ્યું છે કે આ સ્કીમને કારણે ઘણી વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય દાવ પર છે. વકીલે કહ્યું કે 2017થી એરફોર્સ(Air Force)ની તૈયારી કરી રહેલા 70 હજારથી વધુ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. તેમને ખાતરી આપવામાં આવી હતી કે તેઓને નિમણૂક પત્ર આપવામાં આવશે, જો કે એના પછી હવે આ યોજના આવી ગઈ છે.

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જે.કે. મહેશ્વરીએ જણાવ્યું હતું કે ઉનાળાના વેકેશન પછી જ્યારે સર્વોચ્ચ અદાલત ફરી ખુલશે ત્યારે આવતા અઠવાડિયે યોગ્ય બેંચ સમક્ષ અરજીઓની સૂચિબદ્ધ કરવામાં આવશે. સરકારે ગયા મહિને અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, સાડા 17 વર્ષથી 21 વર્ષની વય જૂથના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. તેમાંથી 25 ટકાને પછીથી નિયમિત સેવામાં સામેલ કરવામાં આવશે. 16 જૂનના રોજ, સરકારે આ વર્ષ માટે આ યોજના હેઠળ ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી હતી. 

દિલ્હી સરકાર વિધાનસભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કરી શકે છે

દિલ્હી સરકાર આગામી વિધાનસભા સત્ર દરમિયાન કેન્દ્રની અગ્નિપથ સંરક્ષણ ભરતી યોજના સામે ઠરાવ લાવી શકે છે. પાર્ટીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ગુરુવારે વિવાદાસ્પદ સ્કીમ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 14 જૂને જાહેર કરાયેલી આ યોજનાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિએ અગ્નિપથ યોજનાની જોરદાર પ્રશંસા કરી હતી

“દિલ્હી એસેમ્બલીમાં આવો ઠરાવ લાવવામાં આવે અને તેના પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે,” સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હી વિધાનસભાનું બે દિવસનું સત્ર 4 જુલાઈથી શરૂ થશે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્ય સમિતિએ શનિવારે અગ્નિપથ લશ્કરી ભરતી યોજના અને આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ પ્રદાન કરવાની સરકારની જાહેરાતની પ્રશંસા કરી. પાર્ટીએ અર્થતંત્ર અને ગરીબ કલ્યાણ ઠરાવ પસાર કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્ય વૈશ્વિક મોડલ બની ગયું છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">