Agneepath Scheme: યુપીમાં ટ્રેન સળગાવવાથી લઈ પોલીસ ચોકીને આગ લગાડ્યાની ઘટના પર એક્શનમાં તંત્ર, 260 લોકોની ધરપકડ

બલિયા જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલે કહ્યું કે હાલમાં 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી (CCTV Camera Image) કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Agneepath Scheme: યુપીમાં ટ્રેન સળગાવવાથી લઈ પોલીસ ચોકીને આગ લગાડ્યાની ઘટના પર એક્શનમાં તંત્ર, 260 લોકોની ધરપકડ
Arrest of 260 people in UP over train burning incident.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 8:12 AM

Agneepath Scheme: નરેન્દ્ર મોદી સરકારની નવી ‘અગ્નિપથ’ યોજના(Agneepath Scheme) વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ વિરોધીઓએ શુક્રવારે સતત બીજા દિવસે હિંસક પ્રદર્શન કર્યું. બલિયામાં, પ્રદર્શનકારીઓએ ટ્રેનના ખાલી કોચને આગ લગાડી અને અલીગઢ(Aligarh)માં એક પોલીસ ચોકીને સળગાવી દીધી. હિંસક દેખાવોના સંબંધમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 260 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિક પોલીસ મહાનિર્દેશક (Law and Order)) પ્રશાંત કુમારે જણાવ્યું કે કેટલાક યુવાનોના જૂથે અલીગઢના ટપ્પલ વિસ્તારમાં અલીગઢ-પલવલ હાઈવે પર આવેલી જટ્ટારી પોલીસ ચોકીને આગ લગાવી દીધી હતી. આ ઉપરાંત તેણે પોલીસના વાહનને પણ આગ ચાંપી દીધી હતી. વિરોધીઓએ અલીગઢ અને ટપ્પલ વચ્ચે ફસાયેલા કેટલાક ખાનગી વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. હિંસક પ્રદર્શન દરમિયાન ખેરના પોલીસ અધિકારી ઈન્દુ સિદ્ધાર્થને પણ ઈજા થઈ હતી.

રાજ્યમાં 17 જગ્યાએથી વિરોધ પ્રદર્શનની માહિતી આવી છે. હિંસક ઘટનાઓના કિસ્સામાં, વારાણસીમાં ત્રણ અને ફિરોઝાબાદ, અલીગઢ અને ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. ગુનાગ્રસ્ત પાંચ જિલ્લાઓમાં કુલ 260 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બલિયામાં સૌથી વધુ 109 ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય મથુરામાં 70, અલીગઢમાં 31, વારાણસીમાં 27 અને ગૌતમ બુદ્ધ નગરમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

તિકોનિયા શહેરમાં ભારે અલીગઢના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાનિધિ નૈથાનીએ જણાવ્યું હતું કે જિલ્લામાં હિંસાના સંબંધમાં 30 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફોર્સે હિંસાગ્રસ્ત ટપ્પલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના બાદ પોલીસના સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બલિયામાં, અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા કેટલાક યુવાનોએ ટ્રેનના ખાલી કોચને આગ લગાડી અને બલિયા રેલવે સ્ટેશન પર કેટલીક બસોમાં તોડફોડ કરી. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Up Violence

અત્યાર સુધીમાં 260ની ધરપકડ કરવામાં આવી

છે બલિયા જિલ્લા મેજિસ્ટ્રેટ સૌમ્ય અગ્રવાલે કહ્યું કે હાલમાં 100 લોકોની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક યુવકો રેલ્વેના પાટા ઉખેડવાની કોશિશ કરતા અને રેલ્વે પ્રોપર્ટીમાં તોડફોડ કરતા જોવા મળે છે. વીડિયો અનુસાર, બલિયા-વારાણસી મેમુ અને બલિયા-શાહગંજ ટ્રેનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને પ્લેટફોર્મ પરની દુકાનોને પણ નિશાન બનાવવામાં આવી હતી. રોડવેઝ સાથે કરાર કરાયેલી બે બસોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. અધિક પોલીસ અધિક્ષક તિવારીએ કહ્યું કે પોલીસે ભીડને વિખેરવા માટે બળનો ઉપયોગ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા.

બલિયામાં સૈન્ય ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તે સરકારને હાથ જોડીને અગ્નિપથ યોજના પાછી ખેંચવા વિનંતી કરે છે કારણ કે આ નિર્ણયથી સૈન્યની ભરતીની તૈયારી કરી રહેલા યુવાનોના સપના ચકનાચૂર થઈ રહ્યા છે. યુવકે કહ્યું કે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આ યોજના પાછી ખેંચવા માટે અપીલ કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">