Assam -Mizoram Border : સમાધાનના પ્રયાસો વચ્ચે, ગોળીબારને કારણે આસામ – મિઝોરમ સરહદ પર ફરી તણાવ વધ્યો

આસામના એક વરિષ્ઠ અધિકારીએ (Senior Officer)જણાવ્યું હતું કે, "મિઝોરમ દ્વારા ડાર્સિંગ હિલ્સની ટોચ પરથી બિલાઈપુર સરહદ નજીક આ ગોળીબાર કરવામાં આવ્યો હતો."

Assam -Mizoram Border : સમાધાનના પ્રયાસો વચ્ચે, ગોળીબારને કારણે આસામ - મિઝોરમ સરહદ પર ફરી તણાવ વધ્યો
Assam -Mizoram Border (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 7:46 AM

Assam -Mizoram Border :  આસામ અને મિઝોરમના પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણના ત્રણ સપ્તાહ બાદ સોમવારે મોડી રાત્રે થયેલા ફાયરિંગને (Firing)કારણે આંતર-રાજ્ય સરહદ પર ફરી તણાવ વધ્યો.  ત્યારે મિઝોરમે આરોપ લગાવ્યો છે કે, આસામ પોલીસ કર્મચારીઓએ તેના નાગરિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જ્યારે આસામ રાજ્યએ (Assam)દાવો કર્યો હતો કે,સરહદની બીજી બાજુથી થયેલા ગોળીબારને કારણે પોલીસકર્મીઓએ જવાબી કાર્યવાહી કરી હતી.

આપને જણાવી દઈએ કે,26 જુલાઈના રોજ બે પૂર્વોત્તર રાજ્યોની પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં આસામના છ પોલીસકર્મીઓ સહિત સાત લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉપરાંત આ અથણામણ બાદ બંને રાજ્યો વચ્ચે સમાધાન થવાની પણ પહેલ કરવામાં આવી હતી.જેમાં મિઝોરમના કોલાસિબ જિલ્લાના ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner) એચ. દ્વારા સમાધાન માટે આસામને આમંત્રણ પણ આપવામાં આવ્યુ હતુ.

અથડામણમાં કોઈ જાનહાની નહિ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

મિઝોરમના કોલાસિબ જિલ્લા નાયબ કમિશનર એચ.લલથલાંગલિયાનાએ આરોપ લગાવ્યો હતો કે, આસામ (Assam)દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.પરંતુ મળેલા અહેવાલ મુજબ,અથડામણમાં કોઈ જાનહાની થઈ નથી.

અથડામણ બાદ સરહદ પર સુરક્ષાદળો તૈનાત

આસામના વરિષ્ઠ જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમ (Mizoram) દ્વારા ડાર્સિંગ હિલ્સની ટોચ પરથી બિલાપુર સરહદ નજીક અંધારામાં ગોળીબાર કર્યો હતો. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે, મિઝોરમ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના બદલામાં આસામ પોલીસના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આપને જણાવી દઈએ કે,મોડી રાત્રે થયેલા ફાયરિંગ બાદ હૈલાકાંડીના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ,સરહદ પર સુરક્ષાદળોના કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.

બંને રાજ્યો વચ્ચે સમાધાન લાવવાના પ્રયાસોમાં કેન્દ્ર

દિલ્હીમાં ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આસામ-મિઝોરમ સરહદ પર તટસ્થ કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવશે. આ બેઠક કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં મળી હતી,જેમાં બંને રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીએ હાજરી આપી હતી. ઉપરાંત આસામ અને મિઝોરમના પ્રતિનિધિઓએ 5 ઓગસ્ટના રોજ આઇઝોલમાં વાટાઘાટો કરી હતી અને આંતર-રાજ્ય સરહદ (Inter State Border Dispute) વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા સંમત થયા હતા.

ઉલ્લેખનીય છે કે,મિઝોરમ આસામનો એક જિલ્લો હતો જે વર્ષ 1971 માં બળવાખોરી બાદ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. બાદમાં સીમાનો મુદ્દો ઉભો થયો,કારણ કે સીમા વિશે જુદી જુદી ધારણાઓ કરવામાં આવી હતી.જેને કારણે સરહદને લઈને વારંવાર વિવાદ જોવા મળે છે.

આ પણ વાંચો: AFGHANISTANને લઈને પીએમ મોદીના નિવાસસ્થાને અઢી કલાક ચાલી ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ ,ભારત પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે

આ પણ વાંચો:  BJP પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંઘી પર તાક્યુ નિશાન, કહ્યું કે ટ્વિટર ચાલુ કરાવવા માટે ખોટુ બોલ્યા, ટ્વિટર ફરીથી એકાઉન્ટ બંધ કરે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">