WHO ના EUL માં સમાવેશ કર્યા પછી, 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા
WHOએ અત્યાર સુધીમાં EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં 8 રસીઓનો સમાવેશ કર્યો છે. આમાંથી 2 ભારતીય રસી - Covaxin અને Covishield મેળવીને ખુશ છીએ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી
Emergency User List: WHO દ્વારા ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કર્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે WHOએ અત્યાર સુધીમાં EUL (ઇમરજન્સી યુઝ લિસ્ટ)માં 8 રસીઓનો સમાવેશ કર્યો છે. આમાંથી 2 ભારતીય રસી – Covaxin અને Covishield મેળવીને ખુશ છીએ. વિશ્વના 96 દેશોએ આ બંને રસીને માન્યતા આપી છે.
તેમણે વધુમાં કહ્યું, “અત્યાર સુધીમાં દેશમાં 109 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ‘હર ઘર દસ્તક’ હેઠળ, આરોગ્ય કર્મચારીઓ રસીકરણ અભિયાન હાથ ધરવા માટે તમામ ઘરોની મુલાકાત લઈ રહ્યા છે. 96 દેશોએ કોવેક્સિન અને કોવિશિલ્ડને માન્યતા આપી છે. તમે CoWIN એપ્લિકેશન દ્વારા સૂચિ તપાસી શકો છો.”
WHO has included 8 vaccines in EUL (emergency use listing) so far. We are happy 2 out of these are Indian vaccines – Covaxin and Covishield. 96 countries of the world have recognised both these vaccines, following this: Union Health Minister Mansukh Mandaviya #COVID19 pic.twitter.com/MJVpKLCVrm
— ANI (@ANI) November 9, 2021
થોડા સમય પહેલા મનસુખ માંડવિયાએ એવા જિલ્લાઓમાં ‘હર ઘર દસ્તક’ નામની ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો જ્યાં કોરોના રસીકરણને લઈને નબળી કામગીરી થઈ છે.