આ ચોર તો ગજબ નિકળ્યા ! વૃદ્ધ દંપત્તીને લૂંટ્યા અને બાદમાં કર્યુ કઇંક આવુ કે સાંભળીને લોકો ચોંકી ગયા

બદમાશોએ કહ્યુ કે તેઓ હેરાન ન થાય. જે પણ દાગીના અને રોકડ રકમ તેઓ ચોરીને લઇ જઇ રહ્યા છે તે 6 મહિના પછી પાછા આપી જશે.

આ ચોર તો ગજબ નિકળ્યા ! વૃદ્ધ દંપત્તીને લૂંટ્યા અને બાદમાં કર્યુ કઇંક આવુ કે સાંભળીને લોકો ચોંકી ગયા
robbers touched the feet of the elderly couple and apologized by giving 500 rupees

દેશની રાજધાની દિલ્લીથી અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં રાતના સમયે ઘરમાં ઘૂસેલા લૂટારુઓએ વૃદ્ધ દંપત્તિ પાસેથી લૂંટફાટ કરી અને પછી અને પછી ઘરમાંથી ભાગતી વખતે તેઓ આ વૃદ્ધ દંપત્તીના પગે પડ્યા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત દંપત્તીને આ લૂટારુઓએ વચન પણ આપ્યુ કે તમે હેરાન ન થતા 6 મહિના પછી અમે લૂંટેલી બધી રકમ અને દાગીનાઓ તમને પાછા આપી જશુ. ઘરેથી જતા જતા આ લૂંટારુઓ દંપત્તીને 500 રૂપિયા પણ આપી ગયા. આ 500 રૂપિયા આપવા પાછળનું કારણ શુ છે તે હજી ખબર નથી પડી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્ર વર્મા પત્નિ અરુણા વર્મા સાથે રાજનગર વિસ્તારમાં રહે છે. તેમના ઘરની થોડા આગળ જ રાજનગર સેક્ટર 9 ગાઝિયાબાદના પૂર્વ મેયર પણ રહે છે. વર્મા દંપત્તીની ત્રણ દિકરીઓ છે અને ત્રણેના લગ્ન થઇ ચૂક્યા છે. દિકરીઓ પોત પોતાના પરિવાર સાથે વિદેશમાં રહે છે. સુરેન્દ્ર વર્માની થોડા સમય પહેલા સુધી ગાઝિયાબાદના બુલંદશહેર રોડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફેક્ટરી હતી. તે હાલમાં બંધ અવસ્થામાં છે. સોમવારે અડધી રાત્રે તેમના ઘરે કેટલાક ચોર ઘૂસી આવ્યા. આ ચોરોએ પોતાનું મોઢુ ઢાંકેલુ હતુ.

આ ચોરોમાંથી એકના હાથમાં બંદૂક હોવાની વાત પણ પીડિત દંપત્તીએ ઘટનાસ્થળે આવેલી પોલીસને જણાવ્યુ. આરોપ પ્રમાણે, પતિ-પત્નિને હથિયારો બતાવીને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ચોરોએ દોઢ લાખ રૂપિયા અને 4 લાખથી વધુના દાગીના ચોરી લીધા. સુચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કવિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી દીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બદમાશો પાસે હથિયાર જોઇને દંપત્તીએ આ ચોરોનો કોઇ વિરોધ ન કર્યો.

કવિ નગર પોલીસ સ્ટેશન અને સ્થાનીય લોકોની ચર્ચા પ્રમાણે, હથિયારબંધ બદમાશો નકદી-સામાન સમેટ્યા બાદ વૃદ્ધ દંપત્તીને પગે લાગ્યા અને તેમને 500 રૂપિયા આપ્યા. સાથે જ બદમાશોએ કહ્યુ કે તેઓ હેરાન ન થાય. જે પણ દાગીના અને રોકડ રકમ તેઓ ચોરીને લઇ જઇ રહ્યા છે તે 6 મહિના પછી પાછા આપી જશે. ચર્ચાઓ પ્રમાણે આ ચોરોએ વૃદ્ધ દંપત્તીની હાથ જોડીને માફી પણ માંગી.

આ પણ વાંચો –

Delta Plus Variant : મહારાષ્ટ્રના 24 જિલ્લાઓમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વાયરસનું સંક્રમણ, દરેક પરિસ્થિતિ પર નજર રાખવા નિષ્ણાંતોની ચેતવણી

આ પણ વાંચો –

ટેક્નોલોજી પડી ભારે ! ડ્રાઇવર લેસ ટેસ્લાએ પોલીસની જ ગાડીને ટક્કર મારી દીધી અને પછી થઈ જોવા જેવી

 

Click on your DTH Provider to Add TV9 Gujarati