પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ બાદ, કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં સોનિયાએ કહ્યુ, પાર્ટીમાં સુધારો થવો જરૂરી

સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર કોરોના મહામારીના રોગચાળા પ્રત્યે બેદરકારી દાખવે છે અને જાણી જોઈને 'સુપર સ્પ્રેડર' ( ચેપ ફેલાવનાર ) કાર્યક્રમોની મંજૂરી આપે છે, જેની ભારે કિંમત આજે દેશ ચૂકવી રહ્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ બાદ, કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં સોનિયાએ કહ્યુ, પાર્ટીમાં સુધારો થવો જરૂરી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ તાજેતરમાં જ યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કોગ્રેસના નબળા પ્રદર્શન બાદ “કેટલીક બાબતો સુધારવા” કહ્યુ છે. તેમણે કહ્યું કે, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે કોંગ્રેસમાં બાબતો સુધારવી પડશે. કોંગ્રેસ માટે આંચકારૂપ વાત એ છે કે આસામ અને કેરળમાં સત્તા પર પાછા ફરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. તેમાં કોંગ્રેસને આકરી હારનો સામનો કરવો પડ્યો છે.

હારના કારણો શોધવા ટીમ
કોંગ્રેસ વર્કિંગ કમિટી (cwc) ની વરચ્યુલ બેઠકને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, “આપણે આ ગંભીર રાજકીય આંચકો વિશે ધ્યાન આપવાની જરૂર છે. આપણે ખૂબ નિરાશ થયા છીએ તેવું બહુ ના કહેવું જોઈએ. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં હારના કારણો શોધવા માટે “નાના ગ્રુપની રચના કરવા ઈચ્છુ છે. જેઓ ખૂબ જ ટૂંક સમયમાં તેનો અહેવાલ આપશે.”

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી
સભાને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, આપણે સમજવું પડશે કે આપણે કેરળ અને આસામની વર્તમાન સરકારોને દૂર કરવામાં કેમ નિષ્ફળ ગયા અને બંગાળમાં આપણુ ખાતું પણ કેમ નથી ખોલી શકાયુ? સોનિયાએ વધુમાં કહ્યું કે, “જ્યારે આપણે 22 જાન્યુઆરીએ મળ્યા હતા, ત્યારે આપણે નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી જૂનના મધ્યભાગમાં પૂર્ણ થઈ જશે. ચૂંટણી ઓથોરિટીના વડા મધુસુદન મિસ્ત્રીએ ચૂંટણીનો કાર્યક્રમ નક્કી કર્યો છે. વેણુગોપાલ ચર્ચા કર્યા પછી તેને વાંચશે.

રસીનો તમામ ખર્ચ કેન્દ્ર ઉઠાવે
દેશમાં કોરોના રોગચાળાની ગંભીર પરિસ્થિતિને લઈને સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા જવાબદારીઓથી છટકવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાષ્ટ્રીય ઇચ્છા અને સંકલ્પ કરવા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી લેવી જોઈએ. તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (cwc) ની ડિજિટલ મીટીંગમાં એમ પણ કહ્યું હતું કે, દરેક નાગરિકને રસી અપાવવી જોઈએ અને રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઈએ.

મોદી સરકારે વૈજ્ઞાનિકોની સલાહ અવગણી
સીડબ્લ્યુસીની ગત છેલ્લી બેઠકનો ઉલ્લેખ કરતાં સોનિયાએ કહ્યું કે, આપણે ગત 17 એપ્રિલના રોજ મળ્યા હતા. તે પછી, ચાર અઠવાડિયા દરમિયાન, કોવિડ -19 ના સંજોગો વધુ ભયાનક બન્યા. સરકારની નિષ્ફળતાઓ સામે આવી. વૈજ્ઞાનિકોની સલાહને જાણી જોઈને અવગણવામાં આવી.

મોદી સરકારની ભૂલની કિંમત દેશ ચૂકવી રહ્યો છે
સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકાર કોરોના મહામારીના રોગચાળા પ્રત્યે બેદરકારી દાખવે છે અને જાણી જોઈને ‘સુપર સ્પ્રેડર’ (ચેપ ફેલાવનાર) કાર્યક્રમોની મંજૂરી આપે છે, જેની ભારે કિંમત આજે દેશ ચૂકવી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો હતો કે, “દેશમાં આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી થઈ છે.” રસીકરણની ગતિ ખૂબ જ ધીમી છે અને તેમાં જરૂરી ઝડપ નથી કરાઈ રહી.